Thursday, September 12, 2024
Homeરાજ્યજામનગરપતંગિયા ઉધાન વિકસાવવા અને પતંગિયાના જીવન વિશે જાણી - અજાણી વાતો -...

પતંગિયા ઉધાન વિકસાવવા અને પતંગિયાના જીવન વિશે જાણી – અજાણી વાતો – VIDEO

ભારતમાં પતંગિયાની 18,000 જેટલી જુદી જુદી પ્રજાતિઓ

- Advertisement -

ભાગદોડભર્યા જીવનને પરિણામે આજનો માનવી ખૂબ તણાવ અનુભવી રહ્યો છે. બીજી તરફ શહેરોમાં વધતા જતા સિમેન્ટ કોંક્રેટના જંગલોને લઈને હવે પ્રકૃતિ શહેરોમાંથી નષ્ટ થઈ રહી હોય તેવું કહેવું પણ ઉચિત છે. મોટાભાગે શહેરીકરણને પરિણામે માનવી પ્રકૃતિથી દૂર જતો રહ્યો છે. ત્યારે આ તણાવમાંથી બહાર નીકળવા માટે લોકો માટે પ્રકૃતિ ખૂબ જ મહત્વનો ભાગ ભજવતી હોય છે. પરંતુ આજે સમયના અભાવને લઈને પ્રકૃતિના ખોળે જેવું ખૂબ અઘરું હોય છે. પણ લોકો ધારે તો ઘર આંગણે નાનું પતંગિયા ઉદ્યાન વિકસાવી શકે છે. તો આ પતંગિયા ઉદ્યાન વિકસાવવા માટે લોકોએ શું કરવુ જોઈએ અને રહસ્યથી ભરપૂર પતંગિયાના જીવન વિશે જાણીએ વિસ્તારથી!

- Advertisement -

જામનગર મરીન નેશનલ પાર્કના રેન્જ ફોરેસ્ટ ઓફિસર પ્રતીક જોશી જેઓ પતંગિયા અને પ્રકૃતિ પ્રત્યે અદ્દભુત લગાવ ધરાવે છે. તેઓએ પતંગિયાના જીવન વિશે વિશેષ માહિતી એકઠી કરી છે અને પોતાના ઘરે નાનું પતંગિયાં ઉદ્યાન વિકસાવ્યું છે. એટલું જ નહીં કોરોના કાળ દરમિયાન તેઓએ પતંગિયાની એક એક મોમેન્ટને પોતાના કેમેરામાં કેદ કરી હતી અને તેના વિશે વિશેષ માહિતી મેળવી છે.

- Advertisement -

પ્રતિકભાઈએ જણાવ્યું કે પતંગિયાનો જીવનકાળ બે થી ત્રણ અવસ્થામાંંથી પસાર થાય છે. પહેલું ઈડાંં, બીજું નાનો કીડો અને ત્રીજું પ્યૂપા તથા ચોથું પતંગિયું પતંગિયાનો લાવો. પતંગિયાની માદા ચોક્કસ જાતના ફૂલ ઉપર જ ઈડા મૂકે છે.  18,000 જેટલી પતંગિયાની જુદી જુદી પ્રજાતિઓ ધરાવતાં ભરતમાં જાત જાતનક સુંદર પતંગિયાઓ છે. તેમાં પણ ગુજરાતમાં લગભગ 180 જેટલી જાતના પતંગિયાઓ જોવા મળે છે. એવું પણ જાણવા મળે છે કે પતંગિયાઓની સ્વાદ પારખવાની શક્તિ તેમના પગમાં હોય છે. અંદાજ મુજબ માદા પતંગિયાં 400 ઈડા મૂકે છે. અને પતંગિયાના ઈંડામાંથી ભૂખત વયનું પતંગિયું બનવાની પ્રોસેસ લગભગ એકાદમાં સુધી ચાલે છે.પતંગિયા સાંંભળી શકતાંં નથી. આ કારણે તેઓ શિકારીઓને તેમના કંપનથી જ ઓળખી કાઢે છે.

અઠવાડિયા બાદ ઈડામાંંથી લાવો નીકળે છે. લાવો તૂટેલા ઈડાનાંં છોતરાંંમાંંથી જ પોતાનો ખોરાક મેળવે છે. બાદમાં તે જીવનકાળના તબક્કામાંથી પુખ્તવયનું પતંગિયું બને છે અને તે ફૂલોમાંંથી રસ ચૂસવા લાગે છે. આપણા ઘર આંગણમાં ઉછળકૂદ કરતા પતંગિયાને નિહાળવા એક લહાવો હોય છે ત્યારે તમે પણ યજમાન છોડને ઘર આંગણે વાવી અને પતંગિયાઓને મહેમાન બનાવી શકો છો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular