Thursday, September 12, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં જી.એસ.ટી. કર્મચારીને તેની પત્ની તથા સાસુ મારવા દોડયા

જામનગરમાં જી.એસ.ટી. કર્મચારીને તેની પત્ની તથા સાસુ મારવા દોડયા

- Advertisement -

જામનગર શહેરના લાલવાડી વિસ્તારમાં આવેલા એપાર્ટમેન્ટમાં રહેતાં જી એસ ટી ના કર્મચારી યુવાનને તેની પત્ની અને સાસુએ ગાળો કાઢી ઘરમાંથી કાઢી મૂકયાના બનાવમાં યુવાને પોલીસ ફરિયાદ નોંધાવતા ચકચાર જાગી છે.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં લાલવાડી જી ડી શાહ હાઈસ્કૂલ સામે આવેલા શ્ર્લોક હાઈટસમાં 504 નંબરના ફલેટમાાં રહેતાં જી એસ ટી વિભાગમાં ફરજ બજાવતા સાહીલ રાજેશ ભારદ્વાજ (ઉ.વ.31) નામના યુવાન બે દિવસ પહેલાં રવિવારે રાત્રિના સમયે તેના ઘરે હતો તે દરમિયાન તેની પત્ની જયોતિ સાહીલ ભારદ્વાજ સાથે બોલાચાલી અને ઝઘડો થયો હતો. દરમિયાન રોકાવવા આવેેલા સાસુ અનિતાબેન મહેશચંદ્ર શર્માએ ઉશ્કેરાઈને જમાઈ સાહીલને ગાળો કાઢી ને ‘તું અમારા જે ફલેટમાં રહે છે તે અમારો છે તું અત્યારે જ નિકળી જા’ તેમ કહી મારવા પાછળ દોડયા હતાં. જેથી ગભરાયેલા જમાઈ સાહીલ ઘરેથી ભાગ્યો હતો. અને ત્યારબાદ સાસુએ પતાવી દેવાની ધમકી પણ આપી હતી. આ પ્રકરણમાં સાહીલે સિટી એ ડીવઝન પોલીસ સ્ટેશનમાં તેની પત્ની જ્યોતિ અને સાસુ અનિતાબેન વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઈ વી.આર. ગામેતી તથા સ્ટાફે ગુનો નોંધી તપાસ આરંભી હતી.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular