Thursday, September 12, 2024
Homeરાજ્યહાલારચડત ભરણપોષણની રકમ નહીં ચૂકવતા પતિને 560 દિવસની કેદ

ચડત ભરણપોષણની રકમ નહીં ચૂકવતા પતિને 560 દિવસની કેદ

- Advertisement -

ખંભાળિયામાં રહેતા રાજેશભાઈ હિંડોચાના સુપુત્રી પૂજાબેનના લગ્ન મૂળ જૂનાગઢ ખાતે રહેતા વિવેક કિશોરભાઈ રૂપારેલીયા સાથે 2-05-2013 ના રોજ ખંભાળિયા ખાતે હિન્દૂ શાસ્ત્રોક્ત વિધિથી થયા હતા. લગ્નજીવન દરમ્યાન તેઓને પુત્રી સાક્ષીનો જન્મ થયો હતો. લગ્ન બાદ તેઓ જુનાગઢ ખાતે સંયુક્ત કુટુંબમાં રહેતા હતા. સાસરીયાઓએ થોડો સમય પૂજાબેનને સારી રીતે રાખ્યા બાદ પતિ વિવેક રૂપારેલીયા તેમજ સાસુ, સસરા, નણંદ, દેર વિગેરેએ ઘરકામ બાબતે મેણા ટોણા મારી, દહેજની માંગણી કરી અને શારીરિક તથા માનસિક દુ:ખ ત્રાસ આપી, તારીખ 17-02-2021 ના રોજ તેણીના સ્ત્રી ધનની ચીજ વસ્તુઓ રાખી લઈ અને માસુમ પુત્રી સાથે પહેર્યા કપડે ઘરની બહાર કાઢી મૂકી હતી.

- Advertisement -

આ અંગે ખંભાળિયાની અદાલતમાં પૂજાબેન દ્વારા પતિ વિવેક કિશોરભાઈ સામે ભરણપોષણ મેળવવા અંગેની અરજી કરતા ફેમિલી કોર્ટે સંયુક્ત રીતે માસિક રૂપિયા 8,500 ભરણપોષણ મંજુર કર્યું હતું. આ પછી પરિણીતાના પતિ વિવેકએ ભરણપોષણની રકમ નહીં ચૂકવતા અરજદારે પુન: અહીંની ફેમિલી કોર્ટમાં ભરણપોષણ મેળવવા માટેની અરજી કરી હતી. જેમાં અરજદારના પતિએ ચડત ભરણપોષણની રકમ તેણીને નહીં ચૂકવવા બદલ ફેમિલી કોર્ટના જજ બારોટ સાહેબે અરજદારના પતિ વિવેકને 560 દિવસની જેલની સજાનો હુકમ કરી, આ અંગેનું વોરંટ કાઢવાનો હુકમ કર્યો હતો. અરજદાર તરફે અહીંના સિનિયર એડવોકેટ જીતેન્દ્રભાઈ કે. હિંડોચા, હર્ષિદા કે. અશાવલા, વિગેરે રોકાયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular