Thursday, September 19, 2024
Homeરાજ્યહાલારતરસાઈ પાસે બુટલેગરો અને પોલીસ વચ્ચે ફિલ્મી દ્રશ્યો સજાર્યા

તરસાઈ પાસે બુટલેગરો અને પોલીસ વચ્ચે ફિલ્મી દ્રશ્યો સજાર્યા

પોલીસ પકડે તે પહેલાં બુટલેગર નાશી ગયા: પોલીસે 4656 નંગ ચપટા સાથેનો વાહન કબ્જે કર્યુ : ધોરીયાનેશના શખ્સ સહિત બે ની શોધખોળ : જામનગરમાંથી દારૂની બોટલ સાથે ચાર શખ્સ ઝડપાયા

- Advertisement -

જામજોધપુર તાલુકાના તરસાઈ ગામ નજીક આવેલી ચેક પોસ્ટ પાસેથી પોલીસે દારૂ ભરેલા વાહનને આંતરવાનો પ્રયાસ કરતા વાહનચાલકે વાહન ભગાડયું હતું. જેથી પોલીસે પીછો કરતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતાં પરંતુ અંતે પોલીસે દારૂનો જથ્થો કબ્જે કરી નાશી ગયેલા બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી. જામનગરના રામેશ્ર્વરનગર વિસ્તારમાંથી કારમાંથી દારૂની બોટલ સાથે ચાર શખ્સોને પોલીસે ઝડપી લીધા હતાં.

- Advertisement -

દારૂના દરોડાની વિગત મુજબ જામજોધપુર તાલુકાના તરસાઈ ગામ નજીક આવેલી ચેક પોસ્ટ પાસેથી પસાર થતા જીજે-11-વીવી-4245 નંબરના વાહનને પીઆઇ વાય.જે.વાઘેલા તથા સ્ટાફે આંતરવાનો પ્રયાસ કરતાં વાહનમાં દારૂનો જથ્થો હોવાથી ચાલકે તેનું વાહન મારી મૂકયુ હતું અને પોલીસે વાહનનો પીછો કરતા જાહેરમાર્ગ પર ફિલ્મી દ્રશ્યો જોવા મળ્યા હતાં. ત્યારબાદ પોલીસને પીછો કરતી જોઇ રાત્રિના અંધારામાં ચાલક સહિતનાઓ વાહન મૂકીને પલાયન થઈ ગયા હતાં. ત્યારબાદ પોલીસે વાહનની તલાસી લેતા તેમાંથી રૂા.4,65,600ની કિંમતના 180 એમ.એલ.ના 4656 નંગ ઈંગ્લીશ દારૂના ચપટા મળી આવતા પોલીસે રૂા.5 લાખની કિંમતની બડાદોસ્ત વાહન અને દારૂનો જથ્થો મળી કુલ રૂા.9,65,600 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને જામજોધપુરના ધોરીયાનેશમાં રહેતાં નાથા લાલ મોરી અને વાહનચાલક સહિતના બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

બીજો દરોડો, જામનગર શહેરના રામેશ્ર્વરનગર વિસતારમાંથી પસાર થતી આરજે-19-સીજે-2342 નંબરની કારને સિટી બી ડીવીઝન પોલીસે આંતરીને તલાસી લેતા તેમાંથી રૂા.400 ની કિંમતની દારૂની એક બોટલ મળી આવતા પોલીસે વિકાસ નરપત, ફૈઝાન આરીફહુશેન બામેલ, મોહિત હિરજી મકવાણા, સતિષ રમેશ ગૌતમ નામના જામનગરના ચાર શખ્સોને ઝડપી લઇ દારૂની બોટલ કબ્જે કરી ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular