
જામનગરના જિલ્લા કલેકટર તરીકે કેતન ઠક્કરની નિયુક્તિ થતા આજે બપોરે ચાર્જ સંભાળ્યો. કલેકટર કેતન ઠક્કર અગાઉ જામનગર જિલ્લામાં વિવિધ પોસ્ટ ફરજ બજાવી ચૂક્યા છે. પોરબંદરમાં જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવી હતી. કલેક્ટર કચેરીના વિવિધ અધિકારીઓ દ્વારા કલેક્ટરને આવકારવામાં આવ્યા હતા.