Thursday, September 19, 2024
Homeરાજ્યજામનગરજામનગરના મુખ્ય રાજમાર્ગોને ચકા-ચક કરશે જામ્યુકો - VIDEO

જામનગરના મુખ્ય રાજમાર્ગોને ચકા-ચક કરશે જામ્યુકો – VIDEO

ગૌરવપથ સહિતના માર્ગોની સઘન સફાઇ ઝુંબેશ હાથ ધરી રૂપાળા બનાવી દેવામાં આવશે : ઇલેકટ્રીક બસ ડેપો, ચાર્જિંગ સ્ટેશન તથા બિલ્ડીંગ માટે 13.70 કરોડનું ખર્ચ મંજૂર : જામ્યુકોના ફાયર વિભાગમાં ફાયર પ્રિવેન્સન વિંગની રચના કરવામાં આવશે : ડીવાયએસપી બંગલાથી મિલ કોલોની સુધીના ડીપી રોડની અમલવારીને મંજૂરી

- Advertisement -

આગામી સ્વતંત્ર પર્વ પહેલા જામનગર શહેરના મુખ્ય રાજમાર્ગોને ચકા-ચક બનાવી દેવા જામનગર મહાપાલિકાએ આયોજન કર્યું છે. શુક્રવારે યોજાયેલી સ્થાયી સમિતિની બેઠકમાં શહેરના છ મુખ્ય માર્ગો જેમાં ગૌરવ પથનો પણ સમાવેશ થાય છે. તે તમામ માર્ગોની સઘન સફાઇ હાથ ધરવામાં આવશે. તેમજ ચોમાસા દરમિયાન પડેલા ખાડાઓ પણ બુરી દેવામાં આવશે. આ બેઠકમાં કુલ 17.38 કરોડના વિકાસ કામોને બહાલી આપવામાં આવી હતી.

- Advertisement -

ચેરમેન નિલેશ કગથરાના અધ્યક્ષસ્થાને યોજાયેલી જામ્યુકોની સ્થાયી સમિતિની બેઠકમાં 13.70 કરોડના ખર્ચે ઇલેકટ્રીક બસ ડેપો, ચાર્જિગ સ્ટેશન, ઇલેકટ્રીક ઇન્ફ્રાસ્ટ્રકચર અને વહીવટી ઇમારત ઉભી કરવાના કામને પણ બહાલી આપી દેવામાં આવી હતી.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ચેરમેન નિલેષ કગથરાના અધ્યક્ષસ્થાને મળી હતી. તેમાં 11 સભ્યો ઉપરાંત મેયર વિનોદ ખીમસૂર્યા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, મ્યુનિ. કિમશનર ડી. એન. મોદી, ડે. કમિશનર, દેવેન્દ્રસિંહ ઝાલા, સિટી ઈજનેર ભાવેશ જાની સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. મહાલક્ષ્મી બંગલોથી પ્રણામી ટાઉનશીપથી કિચનએજ હોટલ થઈ, નાઘેડી બાયપાસ જંકશન સુધી સ્ટ્રોમ વોટર બોકસ કેનાલ તથા મહાલક્ષ્મી બંગલોથી પ્રણામી ટાઉનશીપ-5 સુધી સીસી રોડ બનાવવાની દરખાસ્ત રિટેન્ડર કરવા નિર્ણય લેવાયો હતો. એરફોર્સ-2થી ઋષિ બંગલો થઈ સત્યમ કોલોની અન્ડરબ્રિજ થઈ 1404 આવાસ યોજનાથી, શિવમપાર્ક થઈને દિગ્જામ રેલવે ક્રોસિંગ સુધી સ્ટ્રોમ વોટર બોક્સ કેનાલ બનાવવાની દરખાસ્ત અંગે પણ રિટેન્ડર કરવા નિર્ણય લેવાયો હતો.

પીએમ ઈ-બસ સેવા અંતર્ગત ઈ બસ ડેપો, ઈ બસ ચાર્જિંગ સ્ટેશન, ઈલેક્ટ્રીક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વહીવટી બિલ્ડિંગ (ફેસ-1)ના કામની દરખાસ્ત અન્વયે રૂા. 13 કરોડ 70 લાખનો ખર્ચ મંજૂર કરાયો હતો. અન્નપૂર્ણા સર્કલ, કાલાવડ રોડના જંક્શન પર ટોય સર્કલ બનાવવા માટે રૂા. 16.14 લાખનો ખર્ચ મંજૂર કરાયો હતો. વોર્ડ નં 16 અને 12માં કીર્તિ પાનથી વાયા હર્ષદમીલની ચાલીથી લઈ બાકી રહેતા ડી.પી. રોડમાં મેટલ રોડ બનાવવા માટે વધારા નો રૂ. 7.28 લાખનો ખર્ચ મંજૂર કરાયો હતો.

- Advertisement -

ચોમાસા દરમ્યાન ભાડાથી હાઈડ્રોલિક એસ્કેવેટર તથા ટ્રેક્ટર વિથ ટ્રોલી માટે રૂ. 20 લાખ, દરેડ થી લાખોટા તળાવ સુધી આવતી ફીડીંગ કેનાલમાં જીઆઈડીસી ઉદ્યોગનગરના પાણી ભળે નહીં તેના નિકાલ માટે પાઈપ ડ્રેનેજના કામ માટે રૂ. 24.67 લાખ, તેમજ વોર્ડ નં. 8 અને 14 માં એમઈએસ એરિયા થી 49-દિ.પ્લોટ મેઈન રોડથી ઓપન કેનાલ સુધી સ્ટ્રોમ વોટર ડ્રેનેજ પાઈપલાઈનના કામ માટે રૂ. 24.96 લાખનો ખર્ચ મંજૂર કરાયો હતો. વોર્ડ નં. 1, 6 અને 7માં ટ્રાફિક વર્કના કામ માટે રૂ. 5 લાખ, કેબલ લાઈનના લેઈંગ કામ માટે કરવામાં આવેલ ટ્રેન્ચમાં સીસી ચિરોડા માટે રૂ. 10 લાખનો વધારાનો ખર્ચ મંજૂર કરાયો હતો. જ્યારે વોડ નં.5,9,13,14માં ગટર વર્કના કામ માટે વધારાનો રૂ. 15 લાખનો ખર્ચ મંજૂર કરાયો હતો.

વોર્ડ નં. 16માં ખાનગી-સોસાયટીઓમાં તથા હાઉસિંગ બોર્ડની વસાહતો અને અન્ય રહેણાક વિસ્તારોમાં લોક ભાગીદારીથી માળખાકીય સુવિધાઓના વિકાસ માટે રૂ. 17.71 લાખનો ખર્ચ મંજૂર કરાયો હતો. મ્યુનિ. હાઈસ્કૂલના સંચાલન અંગેની નિભાવ ગ્રાન્ટ માટે રૂ. 4 લાખ 50 હજાર ચૂકવવા નિર્ણય લેવાયો હતો. મહાનગરપાલિકાની જુદી-જુદી શાખાના જુદા-જુદા પ્રકારના ભંગાર માલસામાન વેંચાણ કરવાનો નિર્ણય લેવાયો હતો. જે અન્વયે મહાનગરપાલિકાને રૂ. 10 લાખની આવક થશે. સોલિડ વેસ્ટ શાખાના કાર્યપાલક ઈજનેર માટે મોટર ભાડે રાખવા વાર્ષિક રૂ. 4.20 લાખ, અર્બન પ્લાનરની જગ્યા પર કોન્ટ્રાક્ટ બેઝથી 11 માસ માટે નવી નિમણૂક આપવા નિર્ણય કરાયો હતો.

ડીવાયએસપી બંગલાથી મિગ કોલોની સુધીના 18 મી. પહોળાઈના ડી.પી રોડની અમલવારીનો સૈદ્ધાંતિક સ્વીકાર કર્યા બાદ આ રસ્તો ખુલ્લો કરવા જરૂરી કામગીરી હાથ ધરવા નિર્ણય લેવાયો હતો. જ્યારે જ્ઞાનશક્તિ સર્કલથી સીતારામ સોસાયટી સુધી 75 મીટરના બાયપાસ 1 રોડને જોડતા 24 મી. પહોળા ડી.પી. રોડની અમલવારી માટે આ રસ્તો-ખુલ્લો કરવા માટે ધોરણસર કાર્યવાહી કરવા માટે નિર્ણય લેવાયો હતો.

જ્ઞાનશક્તિ સર્કલથી સમર્પણ સર્કલ સુધીનો 30મી. પહોળા ડી.પી. રોડ માટે લાઈનદોરી મંજૂર કરવામાં આવી હતી અને વાંધા-સૂચનો મંગાવી જરૂરી કાર્યવાહી મંજૂર કરવામાં આવી હતી. પંચેશ્વર ટાવરથી આણદાબાવા ચકલા થઈ ચાંદી બજાર સુધી ભૂગર્ભ ગટરની પાઈપલાઈન માટે રૂ. 40.96 લાખનો ખર્ચ મંજૂર કરાયો હતો. હર ઘર તિરંગા કાર્યક્રમ અંગે રાષ્ટ્રધ્વજ અને તેને ફરકાવવાની સ્ટિકના માટે રૂ 55.50 લાખ, અમદાવાદ સ્થિત પાંજરાપોળમાં ઢોર ટ્રાન્સફર કરવા માટે રૂ. 107 લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત અધ્યક્ષ સ્થાનેથી ચાર દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી. જેમાં પ્રદર્શન ગ્રાઉન્ડમાં આયોજિત શ્રાવણી મેળામાં પોલ, કેબલ તેમજ ગાળા કરવા માટે રૂ 7.54 લાખ તથા મેળામાં લાઈટિંગ અને ડેકોરેશન માટે 7.91 લાખનું ખર્ચ મંજૂર કરાયુ છે. જ્યારે નિવૃત્ત ડે. સેક્રેટરી અશોકભાઈ પરમારને સરકારની મંજુરી મળ્યા પછી ડે. સેક્રેટરી તરીકે કોન્ટ્રાક્ટ બેઝથી નિમણૂક આપવાનો નિર્ણય લેવાયો હતો. જ્યારે જામનગર મહાનગરપાલિકામાં ફાયર પ્રિવેન્શન વિંગની રચના કરવાની કમિશનની દરખાસ્તને મંજૂર કરવામા આવી હતી.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular