Thursday, May 7, 2026
Homeરાજ્યજામનગરજામ્યુકો દ્વારા ફાયર એનઓસી મામલે બે હોટલો સીલ કરાઇ - VIDEO

જામ્યુકો દ્વારા ફાયર એનઓસી મામલે બે હોટલો સીલ કરાઇ – VIDEO

જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ફાયર સેફ્ટી અને બિલ્ડિંગ ઉપયોગ પરમિશનની તપાસ દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરતી વધુ બે હાઇવે હોટલો સામે સીલિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisement -

મળતી માહિતી મુજબ ઠેબા ચોકડી નજીક આવેલ જામનગરી રેસ્ટોરન્ટ પાસે જરૂરી બી.યુ. પરમિશન અને ફાયર એન.ઓ.સી. ન હોવાને કારણે તેને સીલ કરવામાં આવ્યું છે. ઉપરાંત કાલાવડ રોડ પર ઠેબા ચોકડી નજીક આવેલ શિવ રેસ્ટોરન્ટ સામે પણ સમાન કારણોસર સીલિંગ કાર્યવાહી કરવામાં આવી છે. જામનગર મહાનગરપાલિકાની ટીમ દ્વારા શહેર તથા હાઇવે પર આવેલી હોટલો અને રેસ્ટોરન્ટ્સની તપાસ અભિયાન ચાલુ રાખવામાં આવ્યું છે. જેમાં ફાયર સેફ્ટી નિયમો અને બિલ્ડિંગ ઉપયોગ સંબંધિત મંજૂરીઓનું પાલન થાય છે કે નહીં, તેની ચકાસણી કરવામાં આવી રહી છે.

- Advertisement -

મહાનગરપાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે, નિયમોનું ઉલ્લંઘન કરતી કોઈપણ સંસ્થા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, અને આ અભિયાન આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે. ઉલ્લેખનિય બાબત એ છે કે, હાલમાં જ રણજિતસાગર રોડ આવેલા એક રિસોર્ટમાં આગની ઘટના બન્યા બાદ ફાયર વિભાગ દ્વારા કડક કામગીરી હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular