જામનગરમાં ગુરૂદ્વારા ચોકડી પાછળ જલારામનગરમાં રહેતાં યુવાનને અચાનક છાતીમાં દુ:ખાવો ઉપડતાં સારવાર માટે જી. જી. હોસ્પિટલ ખસેડવામાં આવતાં સારવાર દરમ્યાન તેનું મૃત્યુ નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું.

આ અંગેની વિગત મુજબ જામનગરના ગુરૂદ્વારા ચોકડી પાછળ જલારામનગરમાં રહેતાં અને ડ્રાઇવિંગકામ કરતાં મનિષભાઇ સુદાભાઇ ખાંભલા (ઉ.વ.27) નામના યુવાનને ગત્ તા. 28-12-2025ના સવારના સમયે પોતાના મકાને અચાનક છાતીમાં દુ:ખાવો ઉપડયો હતો અને શ્ર્વાસ લેવામાં તકલીફ થતાં ગભરામણ થવા લાગી હતી. આથી તાત્કાલિકા સારવારઅર્થે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં લાંબી સારવાર બાદ ગઇકાલે રાત્રિના સમયે મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગે પારસભાઇ સુદાભાઇ ખાંભલા દ્વારા જાણ કરાતા સિટી ‘બી’ હે.કો. એસ. કે. મકવા સહિતના સ્ટાફએ હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહને પીએમઅર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


