Friday, June 19, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં રોઝી પેટ્રોલ પંપ પાસેથી શખ્સ દારૂની બોટલો સાથે ઝડપાયો

જામનગરમાં રોઝી પેટ્રોલ પંપ પાસેથી શખ્સ દારૂની બોટલો સાથે ઝડપાયો

28 નંગ દારૂની બોટલો, મોટરસાયકલ સહિત કુલ રૂા. 17,813નો મુદામાલ કબ્જે : શંકર ટેકરીના નહેરૂનગરના રહેણાંક મકાનમાંથી દારૂની બોટલ ઝડપાઇ : આરોપીની શોધખોળ

જામનગર શહેરમાં રોઝી પેટ્રોલ પંપ પાસેથી સિટી ‘સી’ પોલીસે એક શખ્સને રૂપિયા 23,043ની કિંમતની 28 નંગ દારૂની બોટલો સાથે ઝડપી લઇ મોટરસાયકલ સહિતનો મુદ્ામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગરના શંકર ટેકરી, નહેરૂનગર, શેરી નંબર નવમાં રહેણાંક મકાનમાંથી સિટી ‘સી’ પોલીસે 18 નંગ દારૂની બોટલો ઝડપી લીધી હતી. રેઇડ દરમ્યાન આરોપી નાશી જતાં તેની શોધખોળ હાથ ધરાઇ હતી.

- Advertisement -

દારૂના દરોડાની મળતી વિગત મુજબ જામનગર શહેરમાં આવેલા રોઝી પેટ્રોલ પંપ પાસેથી એક શખ્સ મોટરસાયકલમાં દારૂનો જથ્થ્ાો લઇને નીકળવાની હોવાની સિટી ‘સી’ના પો.કો. હોમદેવસિંહ જાડેજા, હે.કો. ખિમશીભાઇ ડાંગરને મળેલી બાતમીના આધારે જામનગર જિલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈનીની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક (શહેર) જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ સિટી ‘સી’ના પીઆઇ એન. બી. ડાભી, પીએસઆઇ વી. એ. પરમાર તથા સ્ટાફ દ્વારા વોચ ગોઠવી જીજે10 ઇજે 5727 નંબરની ગાડીમાં ચેકિંગ હાથ ધરતાં રૂપિયા 23,043ની કિંમતની 28 નંગ વિદેશી દારૂની બોટલો ઝડપાઇ હતી. પોલીસે પૂર્વરાજસિંહ બળવંતસિંહ જાડેજા નામના શખ્સને દારૂની બોટલો તથા જ્યુપીટર મોટરસાયકલ સહિત કુલ રૂપિયા 53,043ના મુદ્ામાલ સાથે ઝડપી લીધો હતો.

બીજો દરોડો ઉદ્યોગનગર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમ્યાન હે.કો. મહાવીરસિંહ જાડેજા તથા વનરાજભાઇ ખવડને શંકર ટેકરી, નહેરૂનગર, શેરી નંબર 9માં એક શખ્સના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે પાડેલી રેઇડ દરમ્યાન રૂા. 17,813ની કિંમતની 18 નંગ વિદેશી દારૂની બોટલો ઝડપી લીધી હતી. રેઇડ દરમ્યાન આરોપી વિક્કી ઉર્ફે કાનો આશિષ વાઘેલા હાજર ન મળી આવતાં તેની શોધખોળ હાથ ધરી હતી. તેમજ અન્ય એક શખ્સ દિવ્યરાજસિંહ બળવંતસિંહ જાડેજાનું નામ પણ ખુલતા તેની શોધખોળ હાથ ધરાઇ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular