Tuesday, October 8, 2024
Homeરાજ્યજામનગરજામનગરની મહિલાને સાસરિયાઓ દ્વારા ત્રાસ આપી મારી નાખવાની ધમકી

જામનગરની મહિલાને સાસરિયાઓ દ્વારા ત્રાસ આપી મારી નાખવાની ધમકી

- Advertisement -

જામનગર શહેરના કડિયાવાડમાં મોટી પીપરા શેરીમાં રહેતી મહિલાને તેણીના સાસરિયાઓ દ્વારા અવાર-નવાર શારીરિક માનસિક ત્રાસ આપી અપશબ્દો બોલી મારી નાખવાની આપ્યાના બનાવમાં પોલીસે સાત શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં કડિયાવાડ ચોરા પાસે આવેલી મોટા પીપળા શેરીમાં રહેતી મહિલાને તેણીના લગ્નજીવન દરમિયાન પતિ ભાવેશ દયાશંકર પાઠક, સસરા દયાશંકર ઉર્ફે દિપેન અંબાશંકર પાઠક, સાસુ પ્રવિણાબેન પાઠક, નણંદ દેવર્ષી ઉર્ફે દયુ, રીધ્ધીબેન હાર્દિક વ્યાસ (પૂણે), જીજ્ઞાસાબેન દયાશંકર પાઠક, જ્વાલા દયાશંકર પાઠક સહિતના અમરેલી તથા પૂણેમાં રહેતા સાત શખ્સો દ્વારા નાની નાની બાબતોમાં શારીરિક માનસિક ત્રાસ આપી અપશબ્દો બોલી દહેજ બાબતે મેણા-ટોણા મારી પતાવી દેવાની ધમકી આપી હતી. સાસરિયાઓના આવા ત્રાસથી કંટાળીને મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે હેકો એસ.બી. નિનામા તથા સ્ટાફે સાત શખ્સો વિરૂધ્ધ શારીરિક માનસિક ત્રાસ અને દહેજની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular