Tuesday, October 8, 2024
Homeરાજ્યજામનગરજામનગર: 10 દી’માં કોરોના અડધો થયો

જામનગર: 10 દી’માં કોરોના અડધો થયો

- Advertisement -

એપ્રિલના પ્રારંભથી કોરોનાની ભયાવહ બીજી લહેરનો અનુભવ કરી રહેલાં જામનગર શહેર અને જિલ્લાના લોકો માટે છેલ્લાં 10 દિવસ રાહત ભર્યા પસાર થયા છે. આ 10 દિવસમાં જિલ્લામાં આવતાં કોરોનાના કેસ અડધા થયા છે. જો કે, મૃત્યુનો આંકડો હજુ પણ ચિંતાજનક બની રહ્યો છે.

- Advertisement -

જામનગર શહેર અને જિલ્લામાં આજે શનિવારે કોરોનાના કુલ 362 નવા પોઝિટીવ કેસ નોંધાયા છે. જેમાં જામનગર શહેરમાં 239 અને ગ્રામ્યમાં 123 કેસનો સમાવેશ થાય છે. આજથી બરાબર 10 દિવસ પહેલાં એટલે કે, છઠ્ઠી મે એ જામનગર જિલ્લામાં કુલ 729 પોઝિટીવ કેસ નોંધાયા હતાં. જે સામે આજનો આંકડો લગભગ અડધો થઇ ગયો છે. આમ શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ અડધું થઇ ગયું છે. બીજી તરફ કોરોનાનું રિકવરી રેટ પણ વધી રહ્યો છે. જે જામનગર જિલ્લા માટે રાહત આપનારો બની રહ્યો છે. દસ દિવસ પહેલાં સાજાં થનારા દર્દીઓની સંખ્યા સામે નવા આવતા કેસની સંખ્યા વધુ હતી જે સામે આજે નવા કેસની સંખ્યા સામે રિકવર થનાર દર્દીઓની સંખ્યા લગભગ બમણી થઇ ગઇ છે. જો કે, જિલ્લામાં મૃત્યુ પામતા દર્દીઓની સંખ્યા હજુ પણ થોડી ચિંતાજનક બની રહી છે. સતાવર રીતે 10 દિવસ પહેલાં 17 દર્દીઓ મૃત્યુ પામ્યા હતાં તો આજે શહેર અને ગ્રામ્યના મળી 8 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. બીન સતાવાર રીતે હજુ પણ હોસ્પિટલમાં દરરોજ 40 થી 50 દર્દીઓના મૃત્યુ થઇ રહ્યા છે. જે બાબત ચિંતાજનક ગણાવી શકાય.

જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાની બીજી લહેર હવે શાંત પડી રહી છે ત્યારે લોકોએ તેને જરાપણ હળવાશથી લેવા જેવી નથી. ઉલટું આ સમય છે. વધુ સાવધાની અને સર્તકતા રાખવાનો. જો આપણે ખુબ સાવચેતી પુર્વક નિયમોનું પાલન કરીશું તો બીજી લહેર માંથી બહાર નીકળી શકીશું. એટલું જ નહીં ત્રીજી લહેરને આવતી અટકાવી પણ શકિશું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular