Wednesday, November 29, 2023
Homeરાજ્યજામનગરVideo : જામનગર શહેર ભાજપ દ્વારા ગાંધીજયંતીની ઉજવણી

Video : જામનગર શહેર ભાજપ દ્વારા ગાંધીજયંતીની ઉજવણી

ખાદીની ખરીદી અને ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવીશ્રદ્ધા સુમન અર્પણ

- Advertisement -

આજે 2 ઓકટોબર ગાંધી જયંતીના દિવસે જામનગર શહેર ભાજપા દ્વારા પૂજય મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સુતરની આટી પહેરાવી ગાંધી વંદના કરવામાં આવી હતી.

- Advertisement -

શહેરના ચાંદી બજાર નજીક આવેલ ગાંધીજીની પ્રતિમાને ભાજપના કાર્યકરો દ્વારા સુતરની આટી પહેરાવી શ્રધાંજલિ અર્પણ કરી હતી. તેમજ ખાદી ભંડાર ખાતે ખાદીની ખરીદી કરી હતી. આ કાર્યક્રમોમાં મેયર બીનાબેન કોઠારી, શહેર ભાજપ પ્રમુખ ડો.વિમલભાઈ કગથરા, ડે. મેયર તપનભાઈ પરમાર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મનીષભાઈ કટારીયા, શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યા, શહેર ભાજપ મહામંત્રી પ્રકાશભાઈ બામભણીયા, વિજયસિંહ જેઠવા, કોર્પોરેટરો ડિમ્પલબેન રાવલ, ધર્મીનાબેન સોઢા, ગોપાલભાઈ સોરઠીયા, નીલેશભાઈ કગથરા, વિનોદભાઈ ખીમસુરીયા ઉપરાંત ભાવીશાબેન ધોળકિયા, મનહરભાઈ ત્રિવેદી, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ અશોકભાઈ નંદા, મુકેશભાઈ દાસાણી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular