Friday, April 19, 2024
Homeરાજ્યજામનગરજામનગરના 78-ઉત્તર વિધાનસભા વિસ્તારના ઉમેદવાર રીવાબા જાડેજાનો શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારો અને...

જામનગરના 78-ઉત્તર વિધાનસભા વિસ્તારના ઉમેદવાર રીવાબા જાડેજાનો શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારો અને વિશાળ કાર્યકરો સાથે વોર્ડ નં.3 માં લોક સંપર્ક

સતત બીજા દિવસે ડોર ટુ ડોર પ્રચાર અભિયાનમાં પ્રજાનો બહોળો પ્રતિસાદ : રીવાબા જાડેજાના પ્રચારમાં પૂર્વમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા અને ભાજપા શહેર અધ્યક્ષ ડો. વિમલ કગથરાની આગેવાનીમાં હોદ્દેદારો તથા કાર્યકરો જોડાયા

- Advertisement -

જામનગરની ઉત્તર વિધાનસભા વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રિવાબા જાડેજા દ્વારા આજે સતત બીજા દિવસે વોર્ડ નંબર-3 માં પ્રચાર કાર્ય હાથ ધર્યું હતું.

- Advertisement -

જામનગરના પૂર્વ મંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) તેમજ ભારતીય જનતા પાર્ટીના શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરાની આગેવાનીમાં ડોર ટુ ડોર પ્રચાર કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. આ પ્રચાર અભિયાનમાં ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી વિજયસિંહ જેઠવા, મેરામણભાઇ ભાટુ, ઉપરાંત મેયર બીનાબેન કોઠારી, પૂર્વ મેયર અમીબેન પરીખ, 78- વિધાનસભાના ઈન્ચાર્જ નિલેશભાઈ ઉદાણી, સહ ઇન્ચાર્જ સામતભાઈ પરમાર, જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન લખધીરસિંહ જાડેજા, ડેપ્યુટી મેયર તપનભાઈ પરમાર, પૂર્વ મેયર દિનેશભાઈ પટેલ, શહેર સંગઠનના ખુમાનસિંહ સરવૈયા, મીડિયા વિભાગના મુખ્ય ઇન્ચાર્જ પી.ડી. રાયજાદા, તેમજ ઉમેદવારના અંગત મદદનીશ ચંદ્રવદનભાઈ ત્રિવેદીની આગેવાનીમાં ચૂંટણી પ્રચાર હાથ ધરાયું છે.

આજે સતત બીજા દિવસે સવારે 9:00 વાગ્યાથી જ લોક સંપર્ક શરૂ કરાયો હતો. જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં આવેલા કડવા પટેલ સમાજ ચોકથી પ્રસ્થાન કરાયું હતું અને મહિલા કોલેજ રોડ, ઇન્દ્રદિપ સોસાયટી, સુદામા શેરી, હાટકેશ સોસાયટી, વિજયનગર, જયંત સોસાયટી, નાલંદા સોસાયટી, શ્રીનાથજી સોસાયટી, હવેલીવાળી શેરી, પટેલ વાડી, માતૃ આશિષ સોસાયટી, જડેશ્ર્વર મહાદેવ મંદિર આસપાસનો વિસ્તાર, શાંતિનગર સોસાયટી, લાલ બહાદુર શાસ્ત્રીનગર સોસાયટી, પટેલ કોલોની શેરી નંબર 1 થી 12- રોડ નંબર 4 સહિતના વિસ્તારમાં ડોર ટુ ડોર લોક સંપર્ક કરવામાં આવ્યો હતો, અને ઠેર ઠેર પ્રચંડ જન સમર્થન મળ્યું હતું.

- Advertisement -

વોર્ડ નંબર ત્રણના પ્રમુખ નરેન્દ્રભાઈ ગઢવી તેમજ મહામંત્રી ભૌમિકભાઈ છાપીયા અને નગીનભાઈ ખીરસરિયાની આગેવાનીમાં લોક સંપર્કનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં સ્થાનિક વિસ્તારના ભાજપના કોર્પોરેટર સુભાષભાઈ જોશી, પરાગભાઈ પટેલ, અલ્કાબા જાડેજા, તેમજ પન્નાબેન કટારિયા વોર્ડ નંબર -2 ના કોર્પોરેટર જયરાજસિંહ જાડેજા એ લોક સંપર્કની આગેવાની લીધી હતી. જેઓની સાથે સ્થાનિક અગ્રણીઓ રાજુભાઈ કટારીયા, ખુમાનસિંહ સરવૈયા, દિનેશભાઈ સામાણી ધનલક્ષ્મી વાળા રાજુભાઈ, પ્રવીણભાઈ અમૃતિયા, દેવેન્દ્રસિંહ સરવૈયા, પટેલ સમાજના મંત્રી અશોકભાઈ પટેલ, વિજયભાઈ પટેલ, પ્રકાશભાઈ દલસાણીયા, અશ્વિનભાઈ પટેલ, મુકેશભાઈ પટેલ, જયશ્રીબેન પટેલ, રાજુભાઈ ડીશ વાળા સહિતના અનેક આગેવાનો- કાર્યકરો વિશાળ સંખ્યામાં જોડાયા હતા, અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રિવાબા જાડેજાને જંગી બહુમતીથી ચૂંટી કાઢવા માટે મતદારોને અપીલ કરવામાં આવી હતી જેનો ભવ્ય પ્રતિસાદ સાંપડ્યો હતો. જેની સાથે સ્થાનિક રહેવાસીઓએ ઉમેદવાર રિવાબા જાડેજા તથા શહેર સંગઠનના હોદ્દેદારોનું પુષ્પગુચ્છ તેમજ ફૂલોની હાર માળાથી સ્વાગત કર્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular