Saturday, December 7, 2024
Homeરાજ્યજામનગરજલારામ જયંતી નિમિત્તે જામનગર શહેરમાં રઘુવંશી સમાજનું સમૂહ ભોજન યોજાયું - VIDEO

જલારામ જયંતી નિમિત્તે જામનગર શહેરમાં રઘુવંશી સમાજનું સમૂહ ભોજન યોજાયું – VIDEO

- Advertisement -

જામનગરના હાપા સ્થિત જલારામ મંદિરમાં પુજય જલારામ બાપાની 225 મી જન્મજયંતી નિમિત્તે મહાપ્રસાદ અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે પ્રસાદમાં વિશ્વનો સૌથી મોટો રોટલો બનાવીને તેનો પ્રસાદ ભકતોને પીરસવામાં આવે છે. જામનગર ખાતે રઘુવંશી સમાજના સમૂહ ભોજનના આયોજન બાદ સાંજે સૌ ભકતો પુરી આસ્થાથી શ્રધ્ધાથી હાપા મંદિરે મહાઆરતી અને મહાપ્રસાદમાં જોડાય છે. ત્યારે હાપા ખાતે સૌથી મોટા રોટલા બનાવીને તેનો પ્રસાદ વહેંચવામાં આવે છે અને જય જલારામના નાદ સાથે સૌ પ્રસાદ ગ્રહણ કરીને જલારામ બાપાની જન્મજયંતીની આસ્થાભેર ઉજવણી કરે છે.

- Advertisement -

આ ઉપરાંત જલારામ જયંતી મહોત્સવ સમિતિ દ્વારા આ 225 મી જન્મજયંતી પર સમૂહ જ્ઞાતિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે. સતત 25 વર્ષ સુધી જ્ઞાતિ ભોજન બાદ 26 માં વર્ષે નવી કમિટીની રચના કરીને આ વર્ષે પણ સમૂહ ભોજનનું આયોજન કરેલું છે. જેમાં આજે સવારે ગૌશાળામાં ઘાસ વિતરણથી કાર્યક્રમોી શૂઆત થઈ ગઇ છે. ત્યારબાદ બ્રહ્મ ભોજન અને થેલેસેમિયા કેમ્પ સહિતના આયોજન કરવામાં આવ્યા છે. તેમજ જલારામ બાપ્પાની સમૂહ મહા આરતી કરવામાં આવશે. આ સમૂહ ભોજનમાં આશરે 28 થી 30 હજાર રઘુવંશીઓ પ્રસાદ ગ્રહણ કરશે. આ સમૂહ આરતીમાં અખિલ ગુજરાત લોહાણા પરિદષના પ્રમુખ એવા જીતુભાઈ લાલ તેમજ રઘુવંશી અગ્રણીઓ મહાઆરતીનો લાભ લીધો હતો.

- Advertisement -

આ તકે સંત શિરોમણી જલારામ બાપાની 225 મી જન્મજયંતીની જામનગર ખાતે ઉજવણીમાં અખિલ ગુજરાત લોહાણા મહાસદના પ્રમુખ જીતુભાઇ લાલ, રમેશભાઈ દતાણી, ભરતભાઈ મોદી, મનોજભાઈ અમલાણી, રાજુભાઈ કોટેચા, અનિલભાઈ ગોકાણી, અતુલભાઈ પોપટ, ભરતભાઈ કાનાબાર, નિલેશભાઈ ઠકરાર, રાજુભાઈ મારફતીયા, રાજુભાઈ હિંડોચા, મધુભાઈ પાબારી, મનીષભાઈ તન્નાના નેજા હેઠળ નવનિયુક્ત જલારામ જયંતિ મહોત્સવ સમિતિના સદસ્યો સૌરભડી. બદિયાણી, ધવલ સોનછાત્રા, નિલ મોદી, રાજુ કાનાબાર, હસિત પોપટ, વ્યોમેશ લાલ, ધૈર્ય મપારા, કૌશલ દતાણી, રાજદિપ મોદી, હિરેન રૂપારેલીયા, નિશિત રાયઠઠા, વિશાલ પોપટ, રવિ અઢીયા ઉપરાંત રઘુવંશી સમાજના અગ્રણી વિપુલભાઈ કોટક, નિરજભાઈ દત્તાણી, દિનેશભાઈ મારફતીયા, રાજુભાઈ મારફતિયા, પૂર્વ શહેર ભાજપા પ્રમુખ હસખુભાઈ હિંડોચા, મુકેશભાઇ દાસાણી, ડો. દિપક ભગદે સહિતના ઉપસ્થિત રહ્યાં હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular