
જામનગર ફેકટરી ઓનર્સ એસોસિએશન દ્વારા આંતરરાષ્ટ્રિય ઇન્ડસ્ટ્રીયલ એકસપો યોજાયો છે. જેમાં દેશ વિદેશમાંથી આશરે 200થી પણ વધુ સ્ટોલ ધારકોએ ભાગ લીધો છે. જેના લીધે જામનગરના બ્રાસ ઉદ્યોગને એક નવી દિશા મળશે.જેનું ઉદઘાટન હાલાર સાંસદ પૂનમબેન માડમ અને કેબિનેટ મંત્રી રાઘવજીભાઇ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ તકે ધારાસભ્ય મેઘજીભાઇ ચાવાડ, શહેર ભાજપ અધ્યક્ષ ડૉ. વિમલભાઇ કગથરા, મેયર વિનોદભાઇ ખીમસૂર્યા, સ્ટેન્ડીંગ ચેરમેન નિલેશભાઇ કગથરા, કલેકટર કેતન ઠકકર, ડેપ્યુટી ક્રિષ્નાબેન સોઢા, ફેકટરી ઓનર્સ એસોસિએશન પ્રમુેખ લાખાભાઇ કેશવાલા સહિતના ઉદ્યોગપતિઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા.
આ તકે સાંસદ પૂનમબેન માડમે આ એકસપોનો જામનગરના ઉદ્યોગો માટે વિશ્ર્વસ્તરે સ્થાન મેળવવા તેમજ મજબૂતીથી આગળ વધવાની દિશા પુરી પાડશે. તેમ જણાવ્યું છે. જયારે કેબિનેટ મંત્રી રાઘવજીભાઇ પટેલે પણ આ એકસપો દ્વારા જામનગરના ઉદ્યોગોને આંતરરાષ્ટ્રિય ક્ષેત્રે વિકાસને વેગ આપવા મદદરૂપ થશે તેમ જણાવ્યું હતું.