જામનગર શહેરના લિંડીબજાર વિસ્તારમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાતા વન-ડે ક્રિકેટ ઉપર ક્રિકેટનો જુગાર રમાડતા બે શખ્સોને સીટી-એ ડિવિઝન પોલીસે ઝડપી લીધા હતાં. જામનગરના ગુરુદ્વાર પાછળ પાકિસ્તાન અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાતાં મેચ ઉપર જુગાર રમાડતાં શખ્સને રૂા. 75710ના મુદ્ામાલ સાથે ઝડપી લીધો હતો.

દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગર શહેરના લીંડીબજાર વિસ્તારમાં જાહેરમાં ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે અમદાવાદમાં રમાતાં વન-ડે મેચના પ્રસારણ ઉપર મોબાઇલ એપ્લિકેશનમાં રન-ફેર અને હાર-જીતના સોદા કરી જુગાર રમાડતાં અફઝલ ઉર્ફે વાલેવા કાસમ ગુજરાતી અને ઇરફાન ઉર્ફે અજમેરી હારુન ગાદર નામના બે શખ્સોને પીએસઆઇ વી.આર. ગામેતી તથા સ્ટાફે રૂા. 1180ની રોકડ અને મોબાઇલ સાથે ઝડપી લઇ બંને વિરુધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો જામનગર શહેરના ગુરુદ્વારા પાછળ ક્રિકેટ બંગલા શેરી નં. 2માં જાહેરમાં પાકિસ્તાનમાં રમાતાં પાકીસ્તાન અને સાઉથ આફ્રિકા વચ્ચેના મેચમાં મોબાઇલ એપ્લિેકશનમાં રન-ફેરનો જુગાર રમાડતા પ્રશાંત રમેશચંદ્ર શેઠ નામના રાજકોટના શખ્સને સીટી-બી ડિવિઝન પોલીસ સ્ટાફે દબોચી લઇ તેની પાસેથી રૂા. 710ની રોકડ અને રૂા. 75000ની કિંમતનો મોબાઇલ મળી કુલ રૂા. 75710ના મુદ્ામાલ સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહાી હાથ ધરી હતી.