Monday, October 14, 2024
Homeરાષ્ટ્રીયભારતીય સંસ્કૃતિ પ્રભાવિત રશિયન કપલે કર્યા હિન્દુ રિવાજ પ્રમાણે લગ્ન

ભારતીય સંસ્કૃતિ પ્રભાવિત રશિયન કપલે કર્યા હિન્દુ રિવાજ પ્રમાણે લગ્ન

- Advertisement -

રૂસમાં રહેનાર કપલે ભારતીય સંસ્કૃતિથી પ્રભાવિત થઇને હિન્દુ રિવાજો મુજબ લગ્ન કર્યા. હાથોમાં મહેંદી લગાવીને દુલ્હને ભારતીય રીત રિવાજો પ્રમાણે લગ્ન વિધી કરી હતી.

- Advertisement -

ઘરથી 4000 કિલોમીટર દૂર હરિદ્વારમાં રશિયન કપલે પરમધામ આશ્રમ ખાતે હિન્દુ રિત રિવાજો મુજબ લગ્ન કર્યા હતા. વૈદિક મંત્રોચ્ચાર પવિત્ર અિનિ અને સાત ફેરાના સાત વચન સહિતની તમામ લગ્નવિધી સામેલ હતી. મળતી માહિતી મુજબ પહેલાંથી જ વિવાહિત જોડાએ અને ત્રણ બાળકોના માતા-પિતાએ હિન્દુ રિતરિવાજોથી પ્રભાવિત થઇને એકબીજા સાથે જીવનભર સાથ નિભાવવાના વચનથી બીજી વખત લગ્ન કરવાનું વિચાર્યુ હતું.

પારંપારિક ભારતીય પોશાક, હાથમા મહેંદી, ફુલોની માળા, સગાવ્હાલઓ સહિત ભારતીય પરંપરાથી આશ્રમમાં મહારાજ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર અને અગ્નિની સાક્ષીએ સાત ફેરા ફરીને રશિયન કપલે લગ્ન કર્યા હતા. અને એકબીજાનો સાથ જીવનભર નિભાવશે. તેવા વચનથી એકબીજા સાથે હરિદ્વારની પવિત્ર હવા અને વાતાવરણમાં જોડાયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular