Saturday, January 29, 2022
HomeબિઝનેસStock Market Newsભારતીય શેરબજારમાં અફડાતફડી બાદ તેજી તરફી ધ્યાન...!!!

ભારતીય શેરબજારમાં અફડાતફડી બાદ તેજી તરફી ધ્યાન…!!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!!!

- Advertisement -

કેલેન્ડર વર્ષ ૨૦૨૧ ભારતીય શેરબજારોમાં વિક્રમી તેજીનું નીવડયું છે. શેરોમાં દરેક વર્ગ હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો, ફોરેન ફંડો, લોકલ ફંડોની સાથે રીટેલ રોકાણકારો માટે ભારતીય શેરબજાર ઐતિહાસિક પૂરવાર થયું છે. બીએસઇ સેન્સેક્સ ૧૯, ઓકટોબર ૨૦૨૧ના ૬૨૨૪૫.૪૩ પોઈન્ટની અને નિફટી ફ્યુચરે ૧૮૫૯૪ પોઈન્ટની નવી ઐતિહાસિક ટોચ બનાવી હતી. આર્થિક ક્ષેત્રે કેલેન્ડર વર્ષ ૨૦૨૧ ભારત માટે શુકનવંતુ બન્યું હતું. મોંઘવારી અને ફુગાવો વધ્યો છે તે સાથે આર્થિક સધ્ધરતા પણ વધી છે તે સ્વિકારવું રહ્યું. ઉપરાંત કેલેન્ડર વર્ષ ૨૦૨૧માં ભારતના પ્રાઈમરી માર્કેટમાં આઈપીઓની વણઝાર આવી રોકાણકારોને અઢળક વળતર અપાવી જવા સાથે ૬૫ આઈપીઓ થકી અંદાજીત રૂ.૧.૩૫ લાખ કરોડથી વધુ ફંડ કંપનીઓએ એકત્ર કર્યું છે. હવે કેલેન્ડર વર્ષ ૨૦૨૨માં પણ અંદાજીત રૂ.૨ લાખ કરોડના આઈપીઓ લાઈનમાં હોવાનું જાણવા મળે છે.

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….

- Advertisement -

વર્તમાન નાણાં વર્ષ સમાપ્ત થવાને ત્રણ મહિનાની વાર છે ત્યારે, કેન્દ્ર સરકાર વર્તમાન નાણાં વર્ષનો ડિસઈન્વેસ્ટમેન્ટ ટાર્ગેટ ચૂકી જાય તેવી શકયતા જોવાઈ રહી છે. નાણાં મંત્રાલયનું હાલમાં સંપૂર્ણ ધ્યાન લાઈફ ઈન્સ્યૂરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એલઆઈસી)માં હિસ્સાના ૩૧મી માર્ચ પહેલા વેચાણ કરવા પર છે ત્યારે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. (બીપીસીએલ)ના ખાનગીકરણ સામે હાલમાં અનિશ્ચિતતા જોવા મળી રહી છે. ડિસઈન્વેસ્ટમેન્ટ ટાર્ગેટના સુધારિત અંદાજમાં નાણાં મંત્રાલય ઘટાડો કરે તેવી શકયતા છે. એલઆઈસીનું જાહેર ભરણું સરકાર માટે હાલમાં ઘણું મહત્વનું છે. આ ભરણાં મારફત સરકાર ઓછામાં ઓછા રૂ.૮૦,૦૦૦ કરોડથી રૂપિયા એક લાખ કરોડ ઊભા કરવા ધારે છે. કોરોનાને કારણે સરકારી તિજોરી પર આવી પડેલા ભારને ધ્યાનમાં રાખી આ નાણાં ઊભા કરવાનું સરકાર માટે આવશ્યક બની ગયું છે. ડિસઈન્વેસ્ટમેન્ટસ મારફત વર્તમાન નાણાં વર્ષમાં રૂપિયા ૧.૭૫ લાખ કરોડ ઊભા કરવા સરકારે બજેટમાં અંદાજ મૂકયો હતો.આ અંદાજમાં રૂપિયા ૪૦થી ૪૫ હજાર કરોડનો ઘટાડો થવા શકયતા છે.

ભારતીય અર્થતંત્રનો વાસ્તવિક જીડીપી વૃદ્ધિ નાણાકીય વર્ષ ૨૦૨૨ અને નાણાકીય વર્ષ ૨૦૨૩ બંનેમાં ૯% રહી શકે તેમ રેટીંગ એજન્સી ઇકરાએ ધારણા કરી છે. ત્રીજા ત્રિમાસિકગાળામાં અર્થતંત્રનો વિકાસદર ૬.૦ – ૬.૫%થી ઉપર રહેશે કે નહિ તે સરકારના મૂડી ખર્ચના આંકડા પરથી નક્કી કરશે. અર્થતંત્ર માટે ૧૩ મહત્વપૂર્ણ સૂચકાંકોમાંથી સાત સૂચકાંકો કોરોના પૂર્વેના સ્તર કરતા વધુ વૃદ્ધિ સૂચવે છે. જોકે આગામી સમયની ચિંતા વ્યકત કરતા કહ્યું કે કોરોનાના ફેલાવાને રોકવા માટે ઘણા રાજ્યોમાં દ્વારા લાદવામાં આવેલ નિયંત્રણોને પગલે ચોથા ક્વાર્ટરમાં આર્થિક રિકવરીને અસ્થાયી રૂપે અસર થઈ શકે છે. ઈક્રાએ વધુમાં જણાવ્યું કે નાણાકીય વર્ષ ૨૦૨૨માં ૯% જીડીપી વૃદ્ધિનો લક્ષ્યાંક જાળવી રાખ્યો છે. જોકે આ સમયગાળા દરમિયાન ‘કે’ આકારમાં રિકવરી જોવા મળી શકે છે.

- Advertisement -

મિત્રો, નાણાકીય વર્ષ ૨૦૨૧ ૨૨માં સ્થાનિક તેમજ વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા….

ભારતીય શેરબજાર ઓવરવેલ્યુઅડ હોવાના વર્ષ ૨૦૨૧ના ઉતરાર્ધમાં ફોરેન ફંડોના મત સાથે ફંડોની શેરોમાં છેલ્લા બે મહિના નવેમ્બર, ડિસેમ્બરમાં મોટાપાયે નેટ વેચવાલી થઈ છે. વર્ષ ૨૦૨૧માં સેન્સેક્સ, નિફટીના  નવા રેકોર્ડ વચ્ચે એકંદર ખરીદદાર રહેલા એફપીઆઈઝ-ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની  એક્ત્રિત ધોરણે  વર્ષ ૨૦૨૧માં કુલ રૂ.૫૪,૦૦૦ કરોડની ચોખ્ખી ખરીદી રહી છે. પરંતુ ડિસેમ્બરમાં રૂ.૨૮૦૦૦ કરોડથી વધુ ચોખ્ખી વેચવાલી થઈ છે. જ્યારે નવેમ્બરમાં રૂ.૨૫૨૧ કરોડની વેચવાલી કરી હતી. આ સિવાય જાન્યુઆરીમાં રૂ.૧૪૬૩૧ કરોડની ચોખ્ખી ખરીદી, ફેબ્રુઆરીમાં રૂ.૨૪૦૧૩ કરોડની ખરીદી, માર્ચમાં રૂ.૧૭૦૨૩ કરોડની ખરીદી, એપ્રિલમાં રૂ.૮૮૩૬ કરોડની ચોખ્ખી વેચવાલી, મે મહિનામાં રૂ.૧૯૫૮ કરોડની વેચવાલી, જૂનમાં રૂ.૧૨૯૭૪ કરોડની ખરીદી, જુલાઈમાં રૂ.૭૪૧૦ કરોડની વેચવાલી, ઓગસ્ટમાં રૂ.૧૬૫૫૬ કરોડની ખરીદી, સપ્ટેમ્બરમાં રૂ.૨૭૭૫૬ કરોડની ખરીદી, ઓકટોબરમાં રૂ.૧૨૪૩૭ કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી.

બજારની ભાવી દિશા…. મિત્રો, કોવિડ-૧૯ના નવા વેરિયન્ટ ઓમીક્રોને ફરીવાર વૈશ્વિક અર્થવ્યવસ્થામાં દહેશતનો માહોલ ઉભો કર્યો છે. ઉપરાંત વધતી મોંઘવારી અને તરલતાનું સંકટ હજુ યથાવત છે. કેલેન્ડર વર્ષ ૨૦૨૧માં શાનદાર તેજી સાથે ભારતીય શેરબજારના બેન્ચમાર્ક બીએસઇ સેન્સેક્સ અને એનએસઇ નિફ્ટીમાં અંદાજીત ૨૦ થી ૨૨%નો ઉછાળો જોવા મળ્યો છે. અલબત્ત આ દરમિયાન ભારત સહિત વૈશ્વિક ઇક્વિટી બજારો નવા કેલેન્ડર વર્ષ ૨૦૨૨ને આવકારવા માટે અત્યંત સાવધાન હોવાની તૈયારીમાં દેખાઇ રહ્યા છે.

કોવિડ-૧૯ સંક્રમણના નવા વેરિયન્ટ ઓમીક્રોનની માટે હાલની વેક્સીન ઓછી અસરકારક છે. ઉપરાંત વધતો ફુગાવાનો દર પણ વર્ષ ૨૦૨૧માં આ એસેટ્સ ક્લાસની માટે જોખમ બની રહ્યો છે. અંદાજીત મોંઘવારી દરની સરખામણીએ અસ્થિરતાના લીધે વિશ્વની મધ્યસ્થ બેન્કોને નાણાકીય નીતિને આકરી બનાવવા પ્રેરિત કરી શકે છે અને નીતિગત ખામીઓનું જોખમ વધી શકે છે. એમ ઉપરોક્ત પરિબળો વૈશ્વિક ઇક્વિટી બજારોની માટે નકારાત્મક રહેશે. કોર્પોરેટ કંપનીઓની કમાણીમાં વૃદ્ધિ પણ વધી રહેલા ઉત્પાદન ખર્ચ અને વેતનદરની પૃભૂમિમાં જોખમી બની શકે છે.

ફેબ્રુઆરીમાં રજૂ થનારા બજેટ માટે તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે. કોરોના મહામારીના લીધે વધુ એક વર્ષ પડકારજનક રહેવાની આશંકાઓ વચ્ચે સરકાર નવા નાણાંકીય વર્ષ માટે કેન્દ્રીય બજેટમાં કેવા રિફોર્મસ લાવશે, કેટલી ફાળવણીઓ કરશે તે અંગે ઉત્સુકતા જાગી રહી છે. ત્રણ કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની ફરજ પાડતા ખેડૂતો દ્વારા લાંબા સમય સુધી આંદોલન અને રાજકીય રીતે નિર્ણાયક ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં આગામી વિધાનસભાની ચૂંટણીઓ વર્ષ ૨૦૨૨-૨૩ના યુનિયન બજેટને કોઈપણ મોટા સુધારા / રિફોર્મ્સથી વંચિત રાખી શકે છે તેવો અનુમાન છે, પછી તે સામાજિક – ક્ષેત્રની સમસ્યાઓ હોય કે યોજનાઓ હોય, તેમની બજેટ જોગવાઇ પર અસર થઇ શકે છે. કોરોના મહામારીથી આર્થિક રીતે મધ્યમ અને નીમ્ન વર્ગના લોકોને ગંભીર અસર થઇ છે. આથી આગામી બજેટમાં નવી સામાજિક – ક્ષેત્ર માટે નવી યોજનાની પણ જાહેરાત થઇ શકે છે.

મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર…કેમ ખરું ને..!!!

INVESTMENT POINT WEEKLY - 03.01.2022 TO 07.01.2022 003

નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૧૭૪૨૦ ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૭૩૦૩ પોઇન્ટના પ્રથમ અને ૧૭૧૭૦ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે ૧૭૪૭૪ પોઇન્ટથી ૧૭૫૦૫ પોઇન્ટ, ૧૭૫૭૭ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૧૭૫૭૭ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

INVESTMENT POINT WEEKLY - 03.01.2022 TO 07.01.2022 004

બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૩૫૬૭૪ ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૬૦૦૬ પોઇન્ટના પ્રથમ અને ૩૬૩૭૩ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે ૩૫૫૭૭ પોઇન્ટથી ૩૫૪૭૪ પોઇન્ટ, ૩૫૪૦૪ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૬૩૭૩ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક……

) રામકો સિમેન્ટ ( ૯૯૦ ) :- સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૯૭૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૯૬૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૦૧૩ થી રૂ.૧૦૨૭ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.૧૦૩૩ ઉપર તેજી તરફી ધ્યાન…!!!

) સન ફાર્મા ( ૮૪૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૮૧૮ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૮૦૮ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૮૬૩ થી રૂ.૮૭૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!

) આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૭૪૨ ) :- રૂ.૭૨૭ નો પ્રથમ તેમજ રૂ.૭૧૭ ના બીજા સપોર્ટથી સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ.૭૬૭ થી રૂ.૭૮૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે ….!!!

) ભારતી એરટેલ ( ૬૮૬ ) :- ટેલિકોમ સર્વિસ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૬૯૬ થી રૂ.૭૦૭ ના ભાવની સંભાવના ધરાવે છે.!! રૂ.૬૭૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો……..!!

) ટીવીએસ મોટર ( ૬૨૩ ) :- રૂ.૬૦૬ નો પ્રથમ તેમજ રૂ.૫૮૮ ના સ્ટોગ સપોર્ટથી 2/3 વ્હીલર્સ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૬૪૭ થી રૂ.૬૬૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!

) હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝ ( ૪૭૧ ) :- સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.૪૩૪ આસપાસના સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.૪૮૭ થી રૂ.૫૦૦ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!

) જિંદાલ સ્ટીલ ( ૩૭૯ ) :- આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂ.૩૬૬ ના સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજીત રૂ.૩૯૩ થી રૂ.૪૦૪ ના સંભવિત ભાવની શક્યતા છે…!!

) આઈટીસી લિમિટેડ ( ૨૧૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ સિગારેટ, તમાકુ પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૦૨ આસપાસ રોકાણકારે રૂ.૨૨૭ થી રૂ.૨૩૨ ના ટાર્ગેટ ભાવની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂ.૧૮૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

ટ્રેડીંગ સંદર્ભે ફ્યુચર સ્ટોક ધ્યાને લઈએ તો ……

) લાર્સન & ટુબ્રો ( ૧૯૦૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ આ ફ્યુચર સ્ટોક રૂ.૧૮૮૦ ના સપોર્ટથી ખરીદવાલાયક..!! કન્સ્ટ્રકશન & ઈજનેરી સેક્ટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૧૯૩૩ થી રૂ.૧૯૪૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે….!!

) રામકો સિમેન્ટ ( ૧૦૧૩ ) :- આ સ્ટોક રૂ.૯૮૮ નો પ્રથમ તેમજ રૂ.૯૭૪ ના બીજો અતિ મહત્વનો સપોર્ટ ધરાવે છે. ફયુચર ટ્રેડીંગ સંદર્ભે ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૧૦૩૩ થી રૂ.૧૦૪૭ સુધી ની તેજી તરફ રુખ  નોંધાવશે..!!

) ઈન્ડીગો ( ૨૦૧૯ ) :- ૨૫૦ શેર નું ફયુચર ધરાવતો આ સ્ટોક રૂ.૧૯૯૦ નો પ્રથમ તેમજ રૂ.૧૯૭૩ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! એરલાઈન્સ સેક્ટરનો આ સ્ટોક સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી રૂ.૨૦૩૭ થી રૂ.૨૦૫૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા છે….!!

) એચસીએલ ટેકનોલોજી ( ૧૩૧૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૩૪૪ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૧૩૫૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૧૨૯૭ થી રૂ.૧૨૯૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૩૬૩ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!

) ઇન્ડસઇન્ડ બેન્ક ( ૮૯૨ ) :- રૂ.૯૦૯ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૯૧૯ ના સ્ટોપલોસે વેચવાલાયક….!! ટૂંકાગાળે રૂ.૮૭૪ થી રૂ.૮૬૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૯૩૩ ઉપર તેજી તરફી ધ્યાન… !!

) વિપ્રો લિમિટેડ ( ૭૧૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૭૩૭ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૭૪૪ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૭૦૭ થી રૂ.૬૯૬ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૭૫૦ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!

           રોકાણ સંદર્ભે સ્મોલ સેવિંગ્ઝ સ્ટોક ધ્યાને લઈએ તો……

) જિંદાલ શૉ ( ૯૯ ) :- આયર્ન & સ્ટીલ પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂ.૧૦૯ થી રૂ.૧૧૩ ના ભાવની સંભાવના ધરાવે છે…!! રૂ.૯૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

) બેન્ક ઓફ બરોડા ( ૮૧ ) :- ડિલેવરીબેઇઝ રોકાણકારે બેન્ક સેક્ટરનાં આ સ્ટોકને રૂ.૭૪ ના અતિ મહત્વના સપોર્ટથી ખરીદવાલાયક…!! સાપ્તાહિક ટ્રેડિંગ સંદર્ભે રૂ.૮૮ થી રૂ.૯૪ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે…!!!

) ટાઈમ ટેક્નોપ્લાસ્ટ ( ૭૫ ) :- ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૬૭ નો પ્રથમ તેમજ રૂ.૬૨ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! પ્લાસ્ટિક પ્રોડક્ટ સેકટરનો આ સ્ટોક ટુંકાગાળે રૂ.૮૨ થી રૂ.૮૮ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!

) ટ્રાઈડન્ટ લિમિટેડ ( ૫૩ ) :- રૂ.૪૭ આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક મધ્યગાળે રૂ.૫૫ થી રૂ.૬૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૬૦ ઉપર તેજી તરફી ધ્યાન…..!!

નિફટી ફયુચર રેન્જ ૧૭૧૭૦ થી ૧૭૫૭૭ પોઇન્ટ ધ્યાને લેવી…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular