Tuesday, December 3, 2024
Homeબિઝનેસડેરિવેટિવ્ઝમાં મે વલણના અંતે ભારતીય શેરબજારમાં પ્રથમ વખત ૩ ટ્રિલિયન વોલ્યુમ સાથે...

ડેરિવેટિવ્ઝમાં મે વલણના અંતે ભારતીય શેરબજારમાં પ્રથમ વખત ૩ ટ્રિલિયન વોલ્યુમ સાથે તેજીનો માહોલ…!!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૭.૦૫.૨૦૨૧ ના રોજ…..

- Advertisement -

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૧૦૧૭.૫૨ સામે ૫૧૧૨૮.૮૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૦૮૯૧.૬૬ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૯૧.૨૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૯૭.૭૦ પોઈન્ટના ઉછાળા સાથે ૫૧૧૧૫.૨૨ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૫૩૦૩.૦૦ સામે ૧૫૩૨૯.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૫૨૭૪.૨૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૯૧.૨૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૬.૦૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૫૩૩૯.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

- Advertisement -

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કોરોના મહામારીના પરિણામે અસરગ્રસ્ત ક્ષેત્રો-ઉદ્યોગો માટે સ્ટીમ્યુલસ પેકેજ જાહેર કરવાના આપવામાં આવેલા સંકેત અને હવે વેક્સિનેશન પ્રોગ્રામને ફરી ઝડપી બનાવવા ફાઈઝર પાસેથી પાંચ કરોડ ડોઝ મેળવવા થઈ રહેલી વાટાઘાટ સાથે ભારતીય વેક્સિન કોવેક્સિનને પણ ડબલ્યુએચઓ પ્રમાણિત કરવા અને યુ.એસ.એફડીએની મંજૂરી મેળવવા પ્રયાસો ઝડપી બનતાં આગામી દિવસોમાં કોરોના મહામારીમાંથી ભારતને પણ ઝડપી મુક્ત કરી શકવાના ઊભી થયેલી આશાએ આજે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત મજબૂતીએ થઈ હતી.

- Advertisement -

કોરોનાના કેસોમાં ઘટાડા સામે કેટલાક રાજ્યોમાં કડક નિયંત્રણો તેમજ કોમોડિટીઝના વધતા ભાવ અને ફુગાવાના દબાણને લીધે વૈશ્વિક સ્તરે વ્યાજ દરોમાં વધારો ઉપરાંત બોન્ડ યીલ્ડમાં વધારાને પગલે આજે ભારતીય શેરબજારમાં ભારે બે તરફી અફડાતફડી જોવા મળી હતી. અલબત મેટલ-માઈનીંગ અને સ્ટીલના વધુ પડતાં વધી ગયેલા ભાવોની ચિંતાએ રિયલ્ટી શેરોમાં ઓવરબોટ પોઝિશન હળવી થઈ હતી. ડેરિવેટીવ્ઝમાં મે વલણનો અંત હોવાથી ઈન્ડેક્સ બેઝડ અફડાતફડીના અંતે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૫૪% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૩૪% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર હેલ્થકેર, ટેલિકોમ, ઓઇલ એન્ડ ગેસ અને રિયલ્ટી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૨૭૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૩૭૬ અને વધનારની સંખ્યા ૧૭૫૪ રહી હતી, ૧૪૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૯૦ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૮૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, ચાલુ મે માસના પ્રથમ પખવાડિયામાં વિવિધ પ્રતિકૂળતાઓના પગલે વિદેશી સંસ્થાકીય રોકાણકારો વીમા, બેંક અને આઈટી ક્ષેત્રના શેરો વેચી રિયાલ્ટી, કેપિટલ ગુડઝ સહિતના અન્ય ક્ષેત્રો તરફ વળ્યા છે. જેમાં બેકિંગ ક્ષેત્રની વાત કરીએ તો, દેશમાં કોરોનાના કેસ વધીને વિક્રમી સપાટીએ પહોંચતા વીમાના દાવા વધતા અને દેશના વિવિધ રાજ્યોમાં અમલી લોકડાઉનના કારણે બેંકોની એનપીએ વધવાની આ ક્ષેત્રની કંપનીઓની નાણાંકીય તંદુરસ્તી ખરડાય તેવી ભીતિ ઉદ્ભવી છે. ઉપલબ્ધ ડેટા મુજબ વીમા, બેંક અને આઈટી ક્ષેત્રમાં એફઆઈઆઈએ અંદાજીત રૂ. ૨૦૦ મીલીયનથી વધુની વેચવાલી હાથ ધરી છે.

હાલ એફઆઈઆઈ રીયલ્ટી, કેપીટલ ગુડઝ, ફૂડ બેવરેજીસ અને ટોબેકો ક્ષેત્રના શેરો તરફ વળી છે. જો કે રીયાલ્ટી ઇન્ડેક્સ ૩.૨૧% ઘટયો હોવા છતા એફઆઈઆઈએ તેના રોકાણમાં વધારો કર્યો છે. આગામી દિવસોમાં ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોના થઈ રહેલા રોકાણ પ્રવાહ પર નજર સાથે કોર્પોરેટ પરિણામોની સીઝનમાં હવે આગામી દિવસોમાં ૨૮,મે ૨૦૨૧ના ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ તેમજ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના જાહેર થનારા પરિણામ પર નજર રહેશે. ઉપરાંત રાજ્યો દ્વારા કોરોનાના આકરા પ્રતિબંધો ધીમે ધીમે હળવા કરાશે જેને પગલે ભારતીય અર્થતંત્રમાં વૃદ્ધિ જોવાશે.

તા.૨૮.૦૫.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૨૭.૦૫.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૫૪૦૧ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૫૪૭૪ પોઈન્ટના પ્રથમ અને ૧૫૫૦૫ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૫૩૭૩ પોઈન્ટ થી ૧૫૩૦૩ પોઈન્ટ ૧૫૨૮૮ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૫૪૭૪ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૨૭.૦૫.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૫૩૮૬ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૫૮૦૮ પોઈન્ટના પ્રથમ અને ૩૬૦૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૫૧૮૮ પોઈન્ટ થી ૩૫૦૦૮ પોઈન્ટ, ૩૪૮૦૮ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૬૦૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • લાર્સન & ટુબ્રો ( ૧૪૯૧ ) :- કન્સ્ટ્રક્શન & ઇજનેરી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૪૭૪ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૪૬૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૫૦૭ થી રૂ.૧૫૧૭ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૫૩૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • લુપિન લિમિટેડ ( ૧૨૦૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૧૮૮ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૧૭૩ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૦૦૮ થી રૂ.૧૦૨૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • હેવલ્સ ઇન્ડિયા ( ૧૦૨૪ ) :- રૂ.૧૦૦૮ નો પ્રથમ તેમજ રૂ.૯૯૦ ના બીજા સપોર્ટથી ઇલેક્ટ્રિક એક્વિપમેન્ટ પ્રોડક્ટ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૦૪૭ થી રૂ.૧૦૬૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે ફર્નિચરફર્નીશિંગ, પેઇન્ટ્સ…!!!
  • અદાણી પોર્ટ ( ૭૫૮ ) :- મરીન પોર્ટ & સર્વિસ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૭૭૩ થી રૂ.૭૮૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૭૨૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ટાટા કેમિકલ ( ૬૮૭ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૬૭૦ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક કોમોડિટી કેમિકલ સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૭૦૩ થી રૂ.૭૧૭ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • ટાઈટન લિમિટેડ ( ૧૬૦૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ એપેરલ્સ & એસેસરીઝ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૬૩૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૫૮૮ થી રૂ.૧૫૭૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૬૪૬ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • એસ્કોર્ટસ લિમિટેડ ( ૧૧૫૨ ) :- રૂ.૧૧૮૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૧૯૪ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૧૨૭ થી રૂ.૧૧૧૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૨૦૮ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • રામકો સિમેન્ટ ( ૯૬૨ ) :- સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૯૮૯ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૯૪૪ થી રૂ.૯૩૦ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • બર્જર પેઈન્ટ ( ૮૦૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફર્નિચર, ફર્નીશિંગ, પેઇન્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૮૨૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૭૮૭ થી રૂ.૭૭૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૮૩૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ભારત ફોર્જ ( ૬૮૪ ) :- ૬૯૬ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૭૦૭ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૬૭૦ થી રૂ.૬૫૬ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૭૧૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular