Friday, December 9, 2022
Homeસ્પોર્ટ્સગુવાહાટીમાં થયો રનનો વરસાદ

ગુવાહાટીમાં થયો રનનો વરસાદ

મિલર (103), સૂર્યકુમાર (61), કે.એલ. રાહુલ (57), કોહલી (49) એ મચાવ્યો રનોનું રમખાણ : ભારતે ઘર આંગણે પહેલી વખત આફ્રિકા સામે ટી-20 શ્રેણી જીતી

- Advertisement -

સુર્યકુમાર યાદવના 22 બોલમાં પાંચ ચોગ્ગા અને પાંચ છગ્ગા સાથેના 61 તેમજ કે.એલ. રાહુલના 28 બોલમાં 57 રનની મદદથી ભારતે સાઉથ આફ્રિકા સામેની બીજી ટી-20માં 16 રનથી વિજય મેળવ્યો હતો. ભારતના ત્રણ વિકેટે 237ના જવાબમાં સાઉથ આફ્રિકા તરફથી મીલરે 47 બોલમાં 8 ચોગ્ગા અને 7 છગ્ગા સાથે અણનમ 106 રન ફટકાર્યા હતા. ડી કોક 48 બોલમાં 69 રને અણનમ રહ્યો હતો. જોકે સાઉથ આફ્રિકા 3 વિકેટે 221 રન જ કરી શકતાં 16 રનથી હાર્યું હતુ. ભારતે આ સાથે 3 ટી-20ની શ્રેણી 2-0થી જીતી લીધી હતી. નોંધપાત્ર છેકે ભારતનો આ ઘરઆંગણે સાઉથ આફ્રિકા સામે પ્રથમ ટી-20 શ્રેણી વિજય હતો.

- Advertisement -

ભારતીય ફાસ્ટર અર્ષદીપ સિંઘે 62 રનમાં બે વિકેટ ઝડપી હતી. જ્યારે અક્ષર પટેલે ચાર ઓવરમાં 53 રન આપીને એક વિકેટ મેળવી હતી. સાઉથ આફ્રિકાએ 13 છગ્ગા અને 15 ચોગ્ગા ફટકાર્યા હતા. અગાઉ ગુવાહાટીમાં રમાયેલી શ્રેણીની બીજી ટી-20માં સાઉથ આફ્રિકાના કેપ્ટન બવુમાએ ટોસ જીતીને ભારતને બેટિંગમાં ઉતાર્યું હતુ. ભારતે તેની 20 ઓવરમાં 25 ચોગ્ગા અને 13 છગ્ગા ફટકાર્યા હતા અને કુલ 178 રન બાઉન્ડ્રીની મદદથી લીધા હતા. રબાડાએ ચાર ઓવરમાં 57 અને પારનેલે 4 ઓવરમાં 54 રન આપ્યા હતા અને તેમને એક પણ વિકેટ મળી નહતી.
રાહુલ અને રોહિતની ઓપનિંગ જોડીએ 59 બોલમાં 96 રનની ભાગીદારી કરતાં ભારતને સંગીન શરૃઆત અપાવી હતી. મહારાજે રોહિત બાદ રાહુલની વિકેટ ઝડપી હતી. જોકે ત્યાર બાદ કોહલી અને સૂર્યકુમારે ઝંઝાવાતી બેટિંગ કરી હતી. બંનેએ માત્ર 42 બોલમાં 102 રન ફટકાર્યા હતા.

સૂર્યકુમારે 22 બોલમાં પાંચ ચોગ્ગા અને પાંચ છગ્ગા સાથે 61 રન ફટકાર્યા હતા. તે રનઆઉટ થયો હતો. જ્યારે કોહલી 28 બોલમાં 49 રને નોટઆઉટ રહ્યો હતો. દિનેશ કાર્તિકે 7 બોલમાં 1 ચોગ્ગા અને બે છગ્ગા સાથે અણનમ 17 રન કર્યા હતા. કોહલી 19મી ઓવરે 49 રને પહોંચ્યો હતો. જોકે આખરી આખી ઓવર કાર્તિક રમતાં કોહલીને અડધી સદી પૂરી કરવાનો મોકો મળ્યો નહતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular