Saturday, May 30, 2026
Homeવિડિઓરાજસ્થાનના રણપ્રદેશમાં કુદરતનો ભયાનક દેખાવ જોવા મળ્યો – VIDEO

રાજસ્થાનના રણપ્રદેશમાં કુદરતનો ભયાનક દેખાવ જોવા મળ્યો – VIDEO

રેતીના તોફાનના લીધે લોકોમાં ભય : દિવસનો સમય રાત માં ફેરવાઈ ગયો

રાજસ્થાનના રણપ્રદેશોમાં કુદરતનો ખરેખર ભયાનક અને આશ્ચર્યજનક દેખાવ જોવા મળ્યો હતો. આજે બપોરે શ્રીગંગાનગર અને ચુરુ જિલ્લામાં હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો અને દિવસને કાળી રાતમાં ફેરવી દીધો હતો. આકાશમાંથી રેતીની એક વિશાળ, ઉંચી દિવાલ ઉડી, જેણે જે આખા શહેરને ઘેરી લીધું.

- Advertisement -

ધૂળનુંતોફાન એટલું ગાઢ હતું કે બપોરના સમયે બધા જ લોકો ઘોર અંધારામાં ડૂબી ગયા હતા, જેના જે કારણે દૃશ્યતા લગભગ શૂન્ય થઈ ગઈ હતી. રસ્તાઓ પર વાહનો થંભી ગયા હતા, અને વાહનચાલકોને થોડા મીટર દૂર જોવા માટે હેડલાઇટ ચાલુકરવાની ફરજ પડી હતી.

- Advertisement -

70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન અને 30 મિનિટનો તોફાન હવામાન વિભાગ અને સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, આ રેતીનું તોફાન કોઈ સામાન્ય તોફાન નહોતું. આ વાવાઝોડા દરમિયાન પવનની ગતિ આશરે 70 કિમી પ્રતિ કલાકની હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular