Friday, March 29, 2024
Homeરાજ્યજામનગરVideo : કૃષિમંત્રી દ્વારા જામનગર તાલુકાના વિવિધ ગામોને સ્ટેટ હાઇવેથી જોડતા રસ્તાઓનું...

Video : કૃષિમંત્રી દ્વારા જામનગર તાલુકાના વિવિધ ગામોને સ્ટેટ હાઇવેથી જોડતા રસ્તાઓનું લોકાર્પણ

- Advertisement -

રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌ સંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર તાલુકાના બજરંગપૂર, વિજયપુર, ભરતપુરથી ઊંડ ડેમ સુધીના નિર્માણાધિન રોડનું ખાતમુહર્ત કર્યું હતું.

- Advertisement -

મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ સ્ટેટ હાઇવેથી બજરંગપૂર ૨ કિમી, બજરંગપુરથી વિજયપુર સુધી ૧.૩૦ કિમી અને ભરતપુરથી ઊંડ ડેમ એપ્રોચ રોડ ૧.૫૦ કિમી સુધીના કુલ રૂ. ૨ કરોડ ૮૦ લાખના ખર્ચે પાકા રસ્તા, વાઇડનિંગ અને રિસરફેસના વિકાસકાર્યો મંજૂર કરવામાં આવ્યા છે.

- Advertisement -

વિવિધ ગામોના ખાતમુહર્ત પ્રસંગે કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારના હૈયે સતત પ્રજાનું હિત વસેલું છે. જામનગર તાલુકામાં અત્યાર સુધીમાં રોડ રસ્તાના કુલ રૂ. ૧૦૦ કરોડથી વધુના વિકાસકાર્યોને મંજૂરી આપવામાં આવી છે. આ પાકા રસ્તા બનવાથી આજુબાજુના નંદપુર, અમરાપર, પીઠડીયા ગામોના લોકો આસાનીથી જામનગર જિલ્લા અને શહેર સુધી અવર જવર કરી શકશે. તેમણે દરેક ગ્રામજનને હર ઘર તિરંગા યાત્રામાં સામેલ થવા માટે અપીલ કરી હતી.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા, જિલ્લા પંચાયત કારોબારી સમિતી અધ્યક્ષ ભરતભાઈ બોરસદિયા, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા, જિલ્લા ભાજપ મહામંત્રી દિલીપભાઈ ભોજાણી, પ્રવિણસિંહ જાડેજા, જામનગર તાલુકા પંચાયત પ્રમુખ હસમુખભાઈ ફાચરા, જામનગર તાલુકા ભાજપ પ્રમુખ મુકુંદભાઈ સભાયા, જોડિયા તાલુકા ભાજપ પ્રમુખ ભરતભાઈ દલસાનીયા, જામનગર તાલુકા પંચાયત સદસ્ય કાંતિલાલભાઈ દુધાગરા, હાપા માર્કેટિંગ યાર્ડ ડાયરેકટર દયાળજીભાઈ ભીમાણી, નંદપુર ગામના ભાજપ અગ્રણી ચંદ્રેશભાઇ સોજીત્રા, વિજયપૂર ગ્રામ આગેવાન હેમંતભાઈ બોરસદિયા, વરણા ગામના સરપંચ દીપકભાઈ કોઠીયા, બેરાજા ગામના સરપંચ શૈલેષભાઈ સાવલિયા, જગા ગામના સરપંચ કિરીટસિંહ જાડેજા, મેડી ગામના સરપંચ ભરતભાઈ પટેલ, બજરંગપૂર ગામના સરપંચ જીલુભાઈ, ખારાવેઠા ગામના સરપંચ ગોકળભાઇ ભંડેરી, કાર્યપાલક ઇજનેર છૈયાભાઈ, આજુબાજુના ગામોમાંથી પધારેલા આગેવાનો, અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular