રશિયામાં કોરોનાનો પ્રકોપ વધતો જઈ રહ્યો છે. 24 કલાકમાં 36,339 લોકો સંક્રમિત મળ્યા હતા. જ્યારે 1036 દર્દીઓ મૃત્યુ પામ્યા. એક દિવસ પહેલા પણ ત્યાં 1028 લોકો મૃત્યુ પામ્યા હતા. દેશમાં કોરોનાના કારણે અત્યાર સુધી 2.27 લાખ લોકોના કોરોનાથી મૃત્યુ થયા હતા. સ્થિતિને જોતાં રાજધાની મોસ્કોના મેયર સર્ગેઇ સોબયાનિને શહેરમાં 11 દિવસના લોકડાઉનની જાહેરાત કરી હતી. આ દરમિયાન તમામ સ્કૂલ-કોલેજો, ઓફિસો, રેસ્ટોરાં સિનેમાહોલ, કાફે, જિમ, મનોરંજન કેન્દ્ર સહિત બિનજરૂરી સેવાઓ 28 ઓક્ટોબરથી 11 દિવસ માટે બંધ રહેશે. એક દિવસ પહેલા જ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિને જાહેરાત કરી હતી કે દેશમાં 30 ઓક્ટોબરથી 7 નવેમ્બર સુધી રજા રહેશે. આ રજાઓ પેડ લિવ રહેશે.
બ્રિટનમાં દરરોજ આશરે 50 હજાર દર્દી મળી રહ્યા છે. તેનાથી ચિંતા વધી ગઈ છે. તેની સાથે જ બ્રિટન સહિત અનેક યુરોપિયન દેશો બાદ ડેલ્ટા વેરિયન્ટનો વધુ એક સબ લીનિએ જ ફેલાઈ રહ્યો છે. રશિયા અને ઈઝરાયલમાં સબ વેરિયન્ટના કેસ સામે આવ્યા છે. તેનું એવાય 4.2 આ મૂળ ડેલ્ટા વેરિયન્ટથી 10થી 15 ટકા વધુ ચેપી છે. ડબ્લ્યુએચઓ આ સબ વેરિયન્ટને વેરિયન્ટ ઓફ ઈન્ટરેસ્ટની યાદીમાં સામેલ કરવા વિચારી રહ્યું છે. એવાય 4.2 અનેક દેશોમાં મળી આવ્યો છે. તેના સ્પાઈક પ્રોટીનમાં બે મ્યૂટેશન વાય 145એચ અને એ222વી છે. બંને મ્યૂટેશન અનેક અન્ય લીનિએજમાં પણ મળ્યા છે. પણ તેમની ફ્રીક્વન્સી ઓછી રહી છે.