Sunday, January 23, 2022
Homeરાજ્યગુજરાતજામનગરમાં તા. 5 થી 8 જાન્યુઆરી દરમિયાન કમોસમી વરસાદની આગાહી

જામનગરમાં તા. 5 થી 8 જાન્યુઆરી દરમિયાન કમોસમી વરસાદની આગાહી

- Advertisement -

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ફરી એકવાર વાતાવરણમાં પલટો આવશે, જેની અસર ગુજરાતના સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાં મહદ અંશે જોવા મળશે. આગામી તારીખ 5 થી 8 જાન્યુઆરી, 2022માં વરસાદી ઝાપટા તથા વાદળછાયું વાતાવણ રહેવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ છુટા છવાયા ઝાપટા/વરસાદ થવાની શક્યતાઓ છે.

- Advertisement -

તારીખ 5 થી 8 જાન્યુઆરી, 2022નાં સમય દરમિયાન લઘુત્તમ તાપમાનમાં ક્રમશ વધારો નોંધાશે, જેથી ઠંડીનું પ્રમાણ પણ ઘટશે. પરંતુ વરસાદી વાતાવરણને કારણે હવામાનમાં ઠંડકનો અનુભવ થશે. આ સમયગાળા દરમિયાન પવનની ગતિ સામાન્ય કરતા વધુ રહેશે અને ઠંડા પવનોનું જોર રહેશે. 8 જાન્યુઆરી બાદ આગાહી પછીના દિવસોમાં ફરી ઠંડીનું જોર વધશે તેમ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જામનગરના હવામાન વિભાગની યાદી જણાવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular