જામજોધપુર ગામમાં નદીના કાંઠે જાહેરમાં તિનપતીનો જુગાર રમતાં છ શખ્સોને પોલીસે રેઇડ દરમ્યાન રૂા.10,530ની રોકડ અને ગજીપન્ના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામજોધપુરના ગાંધીચોક વિસ્તારમાં જાહેરમાં વર્લી મટકાના આંકડા લખતાં શખ્સને પોલીસે રેઇડ દરમ્યાન રૂા.6110ની રોકડ અને વર્લીના આંકડા લખેલી સ્લિપ સાથે ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી.
જુગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામજોધપુર ગામમાં આવેલી નદીના કાંઠે જાહેરમાં તિનપતીનો જુગાર રમતાં નટવર ઉર્ફે અતુલ મગન પરમાર, શૈલેષ ઉર્ફે મનોજ દેવજી કારડિયા, રવી મનુ ઓળવિયા, વિનોદ રામસંગ ઓળવિયા, ભરત ગભરુ ઓળવિયા,નિતિન કાન્તી રાઠોડ સહિતના છ શખ્સોને પોલીસે રેઇડ દરમ્યાન રૂા.10,530ની રોકડ રકમ અને ગંજીપન્ના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો જામજોધપુર ગામમાં ગાંધીચોક વિસ્તારમાં જાહેરમાં વર્લી મટકાના આંકડા લખી પૈસાની હાર-જીત કરતાં હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસે રેઇડ દરમ્યાન બસીર અહેમદ સમા નામના શખ્સને રૂા.6110ની રોકડ અને વર્લીના આંડકા લખેલી સ્લીપ સાથે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતાં રફીક કાદર કટારિયા નામના શખ્સ પાસે કપાત કરાવતો હોવાનું ખુલતાં પોલીસે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.