Thursday, April 18, 2024
Homeરાજ્યજામનગરVideo : ફલ્લામાં ટોરસ ટ્રક રોંગસાઈડમાં જઈ બસ સ્ટેન્ડ સાથે અથડાયો, બે...

Video : ફલ્લામાં ટોરસ ટ્રક રોંગસાઈડમાં જઈ બસ સ્ટેન્ડ સાથે અથડાયો, બે ના મોત

વહેલીસવારે ચાર વાગ્યે અકસ્માત : બસ સ્ટેન્ડનો ભૂકો થઈ ગયો : ડ્રાઈવર-કલીનરના દબાઇ જતાં મોત : એક તરફનો માર્ગ છ કલાક સુધી બંધ

- Advertisement -

જામનગર તાલુકાના ફલ્લા ગામે આજે વહેલીસવારે ટોરસ ટ્રકે રોંગસાઈડમાં વહેલીસવારે ટોરસ ટ્રકે રોંગસાઈડમાં બસ સ્ટેન્ડ સાથે અથડાતા ડ્રાઈવર અને કલીનર બે વ્યકિતઓના દબાઈ જવાથી ઘટનાસ્થળે મોત નિપજ્યા હતાં.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ, મીઠાપુરથી માલ ભરીને હૈદરાબાદ તરફ જતાં માલ ભરેલો ટોરસ ટ્રક નં. જીજે-12-બીટી-9330 આજે વહેલીસવારે ચારેક વાગ્યે ફલ્લાની ભયાનક ગોલાઈ પાસે પહોંચતા ડ્રાઈવરે કાબુ ગુમાવતા ટોરસ ટ્રક રોંગસાઈડમાં ડીવાઈડર તોડીને બસ સ્ટેન્ડમાં ઘુસી ગયો હતો. ધડાકાભેર અથડાતા બસ સ્ટેન્ડનોે ભૂકો થઈ ગયો હતો. આ અકસ્માતમાં ટ્રકમાં સવાર ડ્રાઈવર અને કલીનરના દબાઈ જવાથી ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યા હતાં તેમજ ટ્રકનો ભાંગીને ભુકકો થઈ ગયો હતો. અકસ્માતના કારણે એક તરફનો રોડ છ કલાક સુધી બંધ થઈ ગયો હતો.

- Advertisement -

અકસ્માત એટલો બધો ગંભીર હતો કે એલ એન્ડ ટી ની ટીમ બે જેસીબી મશીન અને ગ્રામજનોને સતત ત્રણ કલાક જહેમત ઉઠાવી બસ સ્ટેન્ડનો કાટમાળ હટાવી ટ્રકની કેબિનને તોડીને બે મૃતદેહ બહાર કાઢયા હતાં. જેને જામનગરની જી. જી. હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લઇ જવાયા છે. ટ્રાફિક તથા મૃતદેહને બહાર કાઢવા માટે એલ એન્ડ ટી તથા જીઆરડી પોલીસ સ્ટાફ જહેમત ઉઠાવી હતી. આ ગોલાઈ પર એટલી ભયાનક છે કે અગાઉ પણ અવાર-નવાર ગમખ્વાર અકસ્માત સર્જાય છે અને અકસ્માત જીવલેણ બને છે. પોલીસ ઘટનાસ્થળે અને હોસ્પિટલે પહોંચી જઇ બન્ને મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular