Thursday, March 28, 2024
Homeરાજ્યજામનગરજોડિયા તાલુકાના દુધઈમાં હોટલનો સંચાલક દારૂના જથ્થા સાથે ઝડપાયો

જોડિયા તાલુકાના દુધઈમાં હોટલનો સંચાલક દારૂના જથ્થા સાથે ઝડપાયો

42 હજારની કિંમતની 84 બોટલ દારૂ કબ્જે : મોરબીના સપ્લાયરનું નામ ખુલ્યું : મચ્છરનગરમાં રહેણાંક મકાનમાંથી દારૂના જથ્થા સાથે શખ્સ ઝબ્બે : હર્ષદમીલની ચાલી પાસે દારૂની બોટલો સાથે શખ્સ ઝડપાયો

- Advertisement -

જોડિયા તાલુકાના દુધઈ ગામમાં આવેલી હોટલના સંચાલકને પોલીસે રેઈડ દરમિયાન રૂા.42 હજારની કિંમતની 84 બોટલ દારૂ સાથે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરી હતી. જામનગરના મચ્છરનગરમાં રહેણાંક મકાનમાંથી પોલીસે રેઈડ દરમિયાન રૂા.2500 ની કિંમતની પાંચ બોટલ દારૂ સાથે ઝડપી લીધો હતો. જામનગરમાં ન્યુ હર્ષદમીલની ચાલી શાળા પાસે રહેતા શખ્સને તેના મકાનમાંથી પોલીસે રેઈડ દરમિયાન ચાર બોટલ દારૂ સાથે ઝડપી લીધો હતો.

- Advertisement -

દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જોડિયા તાલુકાના દુધઇ ગામમાં આવેલી આરાધના હોટલના સંચાલક પાસે દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે પીએસઆઈ કે.આર. સિસોદીયા તથા સ્ટાફે રેઇડ દરમિયાન હોટલમાંથી રૂા.42000 ની કિંમતની 84 બોટલ ઈંગ્લીશ દારૂ મળી આવતા ગીરધર લાધા ગાંભવા નામના શખ્સની અટકાયત કરી પુછપરછ હાથ ધરતા દારૂનો જથ્થો મોરબીના ખડસર ગામના લાખા ઉર્ફે લાખામામા બોરીચા પાસેથી ખરીદ્યાની કેફીયત આપતા પોલીસે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

બીજો દરોડો, જામનગર શહેરના મચ્છરનગર વિસ્તારમાં રહેતાં ધર્મેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ વાળા નામના શખ્સના મકાનમાં સિટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા રૂા.2500 ની કિંમતની 5 બોટલ દારૂ મળી આવતા અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

ત્રીજો દરોડો, જામનગર શહેરમાં ન્યુ હર્ષદમીલની ચાલી શાળા પાસે રહેતા પ્રવિણ ગોવિંદ શેખા નામના શખ્સના મકાનમાંથી સિટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા રૂા.2000 ની કિંમતની દારૂની ચાર બોટલો મળી આવતા પ્રવિણની પૂછપરછ કરતા દારૂનો જથ્થો ધીરજ ઉર્ફે ધીરુ નાથા હિંગળા નામના શખ્સે સપ્લાય કર્યાનું જણાવતા પોલીસે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી. ચોથો દરોડો, જામનગર શહેરમાં ન્યુ હર્ષદમીલની ચાલી શાળા પાસેથી પસાર થતા સુરેશ રામા ધઈડા નામના શખ્સને આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.500 ની કિંમતની દારૂની એક બોટલ મળી આવતા આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular