Monday, May 10, 2021
Homeરાજ્યગુજરાતખેડૂતોએ પાક ધિરાણ ભરપાઈ કરવાની મુદ્દતને લઇને મહત્વના સમાચાર

ખેડૂતોએ પાક ધિરાણ ભરપાઈ કરવાની મુદ્દતને લઇને મહત્વના સમાચાર

- Advertisement -

ગુજરાતમાં વધી રહેલા કોરોનાના કહેર વચ્ચે રાજ્ય સરકાર દ્રારા ખેડૂતલક્ષી મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં રાજ્યના ખેડૂતોએ પાક ધિરાણ ભરપાઈ કરવાની મુદ્દત 30 જુન સુધી લંબાવવામાં આવી છે. તેમજ ભારત સરકારના ૩ ટકા મળી કુલ ૭ ટકા વ્યાજ રાહતની રકમ રાજ્ય સરકાર ચૂકવશે. 

- Advertisement -

રાજ્યના કૃષિ કલ્યાણ વિભાગ દ્રારા જણાવવામાં આવ્યું છે કે નાબાર્ડની ક્રેડીટ પોલીસી મુજબ રાજ્યમાં ખેડૂતોને ટૂંકી મુદતનું પાક ધિરાણ, ધિરાણ સંસ્થાઓ મારફત ૭ ટકાના દરે પુરૂં પાડવામાં આવે છે જે પૈકી સમયસર ધિરાણ પરત ભરપાઇ કરતાં ખેડૂતોને ૩ ટકા વ્યાજ રાહત ભારત સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે. જયારે ૪ ટકા વ્યાજ રાહત ગુજરાત સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે. પરિણામે ગુજરાત રાજ્યના આવા ખેડૂતોને ઝીરો ટકા વ્યાજ દરે પાક ધિરાણ ઉપલબ્ધ થાય છે. રાજ્ય સરકાર ખેડૂતો પરના વ્યાજ રાહત નો વધારાનો કુલ 16.30 કરોડ નો ખર્ચ ભોગવશે. ભારત સરકારના 3 ટકા મળી કુલ 7 ટકા વ્યાજ રાહતની રકમ ગુજરાત સરકાર  ચૂકવશે

જે ખેડૂતો દ્વારા સહકારી ધિરાણ માળખા મારફત તા. ૦૧-૦૪-ર૦ર૦ થી તા. ૩૦-૦૯-ર૦ર૦ સુધીમાં પાક ધિરાણ લીધેલ હશે તેવા પાક ધિરાણની રકમ પરત ભરપાઇ કરવાની મુદત તા. ૩૦-૦૬-ર૦ર૧ સુધી વધારવામાં આવી છે. તા. ૦૧-૦૪-ર૦ર૧ થી તા. ૩૦-૦૬-ર૦ર૧ સુધીમાં લહેણી થયેલ પર ધિરાણની રકમ અથવા લહેણી થનાર રકમ તા. ૩૦-૦૬-ર૦ર૧ સુધીમાં અથવા ખેડૂતો દ્વારા ખરેખર પાક ધિરાણ પરત ભરપાઇ કરે તે બેમાંથી જે વહેલું હોય તે તારીખ સુધીમાં પાક ધિરાણ પરત ભરપાઇ કરે તેવા સહકારી ધિરાણ માળખાના ખેડૂતોને ભારત સરકાર દ્વારા મળતી ૩ ટકા વ્યાજ રાહતની રકમ તથા રાજ્ય સરકાર દ્વારા મળતી ૪ ટકા વ્યાજ રાહતની રકમ રાજ્ય સરકાર દ્વારા ચુકવવા અંગે નિર્ણય કરવામાં આવ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular