Friday, March 29, 2024
Homeરાજ્યગુજરાતતૌકતે વાવાઝોડાને સંદર્ભે સીએમ રૂપાણીએ આપ્યા મહત્વના સૂચનો

તૌકતે વાવાઝોડાને સંદર્ભે સીએમ રૂપાણીએ આપ્યા મહત્વના સૂચનો

સરકાર જામનગર સહીત 7 જીલ્લાઓના સંપર્કમાં : NDRFની 24 ટીમો પણ તૈનાત

- Advertisement -

મુખ્યમંત્રી વિજય રુપાણીએ આજે રોજ ફેસબુકના માધ્યમ દ્રારા વાવાઝોડાને લઈને પ્રેસ કોન્ફરન્સના માધ્યમ દ્રારા અનેક અગત્યના સૂચનો આપ્યા છે. તેઓએ જણાવ્યું છે કે તેઓ સતત 7 જીલ્લાઓના કલેકટરના સંપર્કમાં છે.

- Advertisement -

વિજય રૂપાણીએ જણાવ્યું છે કે વાવાઝોડાને ધ્યાનમાં રાખીને દરિયામાંથી માછીમારોને પરત ફરવા સુચના અપાઈ છે. ઉપરાંત અગિયારીઓને પણ અન્ય જગ્યાએ સ્થળાંતર કરાયા છે. તેઓએ જણાવ્યું કે દરિયાકાંઠા પર વાવાઝોડાની સૌથી વધુ અસર થશે. જેને લઇને NDRFની 24 ટીમ કેન્દ્ર દ્રારા ફાળવાઈ છે તેમજ SDRFની 10 ટીમ અને BSFની ટીમો પણ તૈનાત કરી દેવામાં આવી છે.

ઉપરાંત રાજ્યની તમામ કોવિડ હોસ્પિટલોને પણ વિન્ડ પ્રુફીંગ અંગે સુચના આપી દેવામાં આવી છે. અને ICU એમ્બ્યુલ્ન્સ ને પણ સ્ટેન્ડ ટુ રાખશે. વધુમાં હોસ્પિટલોને એડવાન્સ તૈયારી કરવા અંગે અને કોવીડ હોસ્પિટલ પરથી ભારે સ્ટ્રકચર ઉતારવામાં આવશે તેમ પણ સીએમ રૂપાણીએ જણાવ્યું છે.

- Advertisement -

હવામાન વિભાગની આગાહી અનુસાર તૌકતે વાવાઝોડા કારણે તા. 16 અને 18 મેના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતાઓ રહેલી છે. દરિયાકિનારે સંભવિત વાવાઝોડાને લઈને સાત જીલ્લાઓને એલર્ટરહેવાની તાકીદ કરવામાં આવી છે. અને આ વાવાઝોડા માટે ખાસ કન્ટ્રોલરૂમ પણ શરુ કરી દેવામાં આવ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular