Tuesday, April 16, 2024
Homeરાષ્ટ્રીયરાજયોને પરસ્પર સહયોગમાં રહેવાની વાતો થતી રહે, તે માટે નેશનલ પ્લાન કેમ...

રાજયોને પરસ્પર સહયોગમાં રહેવાની વાતો થતી રહે, તે માટે નેશનલ પ્લાન કેમ નહીં?!

વધુ એક વખત પ્રધાનમંત્રીએ મુખ્યમંત્રીઓ સાથે ઓનલાઇન બેઠક યોજી

- Advertisement -

ઘેરા બનેલા કોરોના સંકટ મધ્યે શુક્વારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ લડાઈમાં રાજ્યોને કેન્દ્રનાં પૂરા સહયોગનું આશ્વાસન આપ્યું હતું. આ સાથે જ તેમણે કહ્યું હતું કે, જો આપણે એક રાષ્ટ્રનાં રૂપમાં પ્રયાસો કરીશું તો સંસાધનોનો દેશમાં કોઈ જ અભાવ સર્જાશે નહીં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્વારે કોરોનાની બીજી લહેરમાં સૌથી વધુ પ્રભાવિત 10 રાજ્યોનાં મુખ્યપ્રધાનો સાથે વર્ચ્યુઅલ બેઠક યોજી હતી. જેમાં વડાપ્રધાને કહ્યું હતું કે, કોરોનાની પહેલી લહેરમાં સંયુક્ત પ્રયાસો અને રણનીતિથી જ દેશે સંક્રમણ સામે સફળતા હાંસલ કરી હતી. આ સિદ્ધાંત ઉપર જ કામ કરીને આપણે ફરીથી મુકાબલો કરવાં સમર્થ છીએ. બેઠક પછી પ્રધાનમંત્રી કાર્યાલય(પીએમઓ) દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર મોદીએ બેઠકમાં મુખ્યમંત્રીઓને કહ્યું હતું કે, આ વખત વાયરસ અનેક રાજ્યોમાં ટીયર-2 અને ટીયર-3 શહેરોને પણ પ્રભાવિત કરી રહ્યો છે. આ મહામારીનો સામનો સાથે મળીને જ કરવો પડશે અને સામુહિક શક્તિથી જ તેની સામે જીતી શકાશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તમામ રાજ્યો સાથે સતત સંપર્કમાં છે અને સ્થિતિ ઉપર નિગરાની રાખે છે.

- Advertisement -

ઓક્સિજનની તંગીના બારામાં રાજ્યો દ્વારા ઉઠાવવામાં આવેલા સવાલો ઉપર મોદીએ કહ્યું હતું કે, ઓક્સિજનનો પુરવઠો વધારવા માટેનાં પ્રયાસો લગાતાર ચાલે છે. બધા સંબંધિત વિભાગો અને મંત્રાલય આ દિશામાં મળીને કામ કરી રહ્યા છે. ઔદ્યોગિક વપરાશનાં ઓક્સિજનનો ઉપયોગ પણ ચિકિત્સકીય ઓક્સિજનની જરૂરિયાત પૂરી કરવાં માટે જ કરવામાં આવે છે. ઓક્સિજન ટેન્કરોને મોકલવા અને તેની વાપસી માટેનાં સમયને ઘટાડવા માટે પણ રેલવે અને વાયુસેનાની મદદ મેળવાઈ રહી છે.

આ સાથે જ વડાપ્રધાને બધા રાજ્યોને સાથે મળીને કામ કરવાં અને દવાઓ તથા ઓક્સિજનની જરૂરતને પૂરી કરવાં પરસ્પર સહયોગનો આગ્રહ પણ કર્યો હતો. તેમણે રાજ્યોને ઓક્સિજની જમાખોરી અને કાળાબજાર ઉપર પણ લગામ કસવાં ભારપૂર્વ કહ્યું હતું. તેમણે આગળ કહ્યું હતું કે, કોઈપણ ઓક્સિજન ટેન્કરને અટકાવવામાં ન આવે તે સુનિશ્ચિત કરવું પડશે. ઓક્સિજનને હોસ્પિટલ સુધી પહોંચતા કરવાં માટે રાજ્યોએ વહેલીતકે સંકલન સમિતિ ઘડી લેવી જોઈએ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular