Saturday, April 20, 2024
Homeખબર સ્પેશીયલજાન હૈ તો જહાન હૈ... ખરૂં, પણ દેશ છે તો બધું છે

જાન હૈ તો જહાન હૈ… ખરૂં, પણ દેશ છે તો બધું છે

"યાદ રાખજો દેશ સુરક્ષિત તો ઘર, બંગલો, કાર, જમીન, વ્યવસાય સુરક્ષિત અન્યથા...”

- Advertisement -

‘જાન હૈ તો જહાન હૈ…’ આ ઉકિત ખુબ પ્રચલિત છે. કોરોના કાળમાં આપણને વારંવાર સાંભળવા-વાંચવા મળી અને કેટલાંક તેનો પ્રત્યક્ષ અનુભવ પણ કર્યો. કોરોના બાદ હવે વિશ્ર્વ યુધ્ધની વિનાશલીલા જોઇ રહ્યું છે. રશિયા સાથે યુધ્ધથી યુક્રનમાં જે તબાહી મચી છે તે માનવીય સંવેદનાઓને હચમચાવી રહી છે. દરેક ત્રાસદી કોઇને કોઇ બોધપાઠ લઇને આવે છે. અને માનવજાતને શીખ આપીને જાય છે. જે રીતે જહાન માટે જાન જરૂરી છે તે જ રીતે આપણી ભૌૈતિક સંપદાઓ જાળવી રાખવા અને તેનો ઉપયોગ કરવા આપણી માતૃભુમિ આપણો દેશ જરૂરી છે. યુક્રેન યુધ્ધથી એ સાબિત થયું છે કે, દેશ સલામત તો આપણું ઘર સલામત, સંપતિ સલામત, સુખ અને શાંતિ સલામત, પરિવાર સલામત અન્યથાએ હાલત થાય જે આજે લાખો યુક્રેનિયન નાગરિકોની થઇ છે. અહિં કહેવાનું તાત્પર્ય એટલું જ કે, તમારો દેશ જેટલો મજબુત અને સક્ષમ તેટલાં તમે અને તમારી ભૌતિક સંપદા સુરક્ષિત. દેશનું સૈન્ય જ છે જે આપને સુરક્ષિત રાખે છે.આપણી સંપતિને સુરક્ષિત રાખે છે. અર્થાત આપણાં ઘર-બંગલો, જમીન, કાર, વ્યવસાયને સુરક્ષિત કરે છે. ત્યારે આપણે આપણાં સરક્ષણ દળોને સક્ષમ બનાવવા જરૂરી છે. તેમનું મોરલ સદાય ઉંચુ રહે તેવા આપણાં પ્રયાસો હોવા જોઇએ. આપણે એ સમજી લેવું જોઇએ કે આપણાં સીમાડાઓ સુરક્ષિત છે તો જ આપણું અસ્તિત્વ છે. અન્યથા તમારા ઘરમાંથી જ વિસ્થાપિત થતાં વાર નથી લાગતી તે આપણે યુક્રેનમાં જોઇ રહ્યા છીએ.

- Advertisement -

વિદેશી આક્રમણને કારણે આજે 30 લાખથી વધુ યુક્રેનિયન નાગરિકોને તેમના ઘર બાર છોડીને પાડોશી દેશોમાં આશ્રય લેવો પડયો છે. હવે જરા ભારતના સાપેક્ષમાં આ વાત વિચારો… ન કરે નારાયણ ને આપણી પરિસ્થિતિ યુક્રેન જેવી થાય તો શું…? આપણે પાકિસ્તાન કે બાંગ્લાદેશમાં શરણ લેઇશું…? તેઓ શરણ આપશે ખરા…? ઉપર ચીનમાં કે નીચે શ્રીલંકામાં પણ શરણ મળી શકે તેમ નથી. આપણે પાડોશમાં કયાંય આશ્રય લઇ શકીએ તેમ નથી. યુક્રેનના નાગરિકો જેટલાં આપણે ખુશ નશીબ નહી હોઇએ. ત્યારે એક જ ઉપાય છે દેશ અને આપણાં રક્ષકો એવી સેનાને મજબુત બનાવીએ તન, મન, અને ધનથી એટલી મજબુત કરીએ કે આપણાં સાર્વભૌમત્વને કોઇ પડકારી ન શકે અને પડકારે તો તેના મુકાબલા માટે સક્ષમ હોઇએ. આજે ભલે યુધ્ધની પરિભાષા બદલાઇ ગઇ હોય, આયામો બદલાઇ ગયા હોય પણ હોંસલા પોરસ અને નેપોલિયન જેવા બુલંદ હોવા જોઇએ. ટૂંકમાં કહીએ તો આપણી સેના આપણું સુરક્ષા કવચ છે. તે કોઇ સંજોગોમાં ભેદાવું ન જોઇએ. જો એ ભેદાયું તો સમજજો ‘કયા લેકર આયે થે ઓર કયા લેકર જાયેંગે…’ જેવું થશે. માટે જ આપણી સેના પ્રત્યે ગર્વ અનુભવો અને સેનાને પણ ગૌરવાન્વિત બનાવવાનો નાગરિક ધર્મ બજાવીએ યુક્રેન યુધ્ધથી કંઇક તો શીખીએ…

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular