Friday, March 21, 2025
Homeસ્પોર્ટ્સચેમ્પિયન્સ ટ્રોફીઈબ્રાહિમ જાદરાનનું વિસ્ફોટક પ્રદર્શન: ચેમ્પિયન્સ ટ્રોફીમાં ઈતિહાસ રચ્યો!

ઈબ્રાહિમ જાદરાનનું વિસ્ફોટક પ્રદર્શન: ચેમ્પિયન્સ ટ્રોફીમાં ઈતિહાસ રચ્યો!

અફઘાનિસ્તાનના યુવા બેટ્સમેન ઇબ્રાહિમ જાદરાનચેમ્પિયન્સ ટ્રોફી 2025 માં ઈતિહાસ રચી દીધો છે. ઈંગ્લેન્ડ સામે લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાયેલા મેચમાં તેમણે 177 રનની શાનદાર ઇનિંગ રમી, જે ચેમ્પિયન્સ ટ્રોફી ઇતિહાસની સૌથી મોટી વ્યક્તિગત ઇનિંગ બની.

- Advertisement -

અફઘાનિસ્તાન માટે સૌથી મોટી ઇનિંગ

આ પહેલા ચેમ્પિયન્સ ટ્રોફીમાં ઈંગ્લેન્ડના બેન ડકેટ165 રન બનાવી આ રેકોર્ડ બનાવ્યો હતો, પરંતુ ઇબ્રાહિમ જાદરાન એ તેને પાછળ છોડીને નવા ઈતિહાસની રચના કરી. આટલું જ નહીં, તેમણે ODI ઇતિહાસમાં અફઘાનિસ્તાન તરફથી સૌથી મોટી ઈનિંગ રમવાનો રેકોર્ડ પણ તોડ્યો, જે અગાઉ 2022માં શ્રીલંકા સામે 162 રન સાથે તેમના જ નામે હતો.

- Advertisement -

મેચનો રસપ્રદ પ્રવાહ

અફઘાનિસ્તાનના કેપ્ટન હશમતુલ્લાહ શાહીદી એ ટોસ જીતીને પહેલું બેટિંગ કરવાનો નિર્ણય લીધો, પરંતુ ટીમ માટે શરૂઆત ખરાબ રહી. માત્ર 37 રનના સ્કોર સુધી 3 મુખ્ય વિકેટો પડી ગઈ. પરંતુ ત્યારબાદ, ઇબ્રાહિમ જાદરાન અને કેપ્ટન હશમતુલ્લાહ શાહીદી વચ્ચે 104 રનની મહત્વની ભાગીદારી થઈ. શાહીદી 40 રન બનાવી આઉટ થયા.

બાદમાં અઝમતુલ્લાહ ઉમરઝઈ સાથે 72 રનની ભાગીદારી, અને છેલ્લે મોહમ્મદ નબી સાથે 111 રનની ઝડપભરી પાર્ટનરશીપ સાથે અફઘાનિસ્તાનની ટીમે 325/7 રનનો મજબૂત સ્કોર ઉભો કર્યો.

- Advertisement -

ઇબ્રાહિમ જાદરાનના રેકોર્ડ્સ:

  • ચેમ્પિયન્સ ટ્રોફી ઇતિહાસમાં અફઘાનિસ્તાન માટે સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બન્યા
  • ચેમ્પિયન્સ ટ્રોફી ઇતિહાસમાં સૌથી મોટું વ્યક્તિગત સ્કોર (177 રન)
  • ODI ઇતિહાસમાં અફઘાનિસ્તાન માટે સૌથી મોટું વ્યક્તિગત સ્કોર

ઈંગ્લેન્ડ માટે જોફ્રા આર્ચર એ શ્રેષ્ઠ બોલિંગ કરી અને 3 વિકેટ ઝડપી.

સેમીફાઇનલની રેસમાં ટકી રહેવા માટે સંઘર્ષ

અફઘાનિસ્તાન અને ઈંગ્લેન્ડ બંને ટીમો માટે આ મેચ ખૂબ જ મહત્વપૂર્ણ હતી, કારણ કે પહેલાંના મેચમાં બંને હારી ચૂક્યા હતા. સેમી-ફાઇનલમાં પહોંચવા માટે આ જીત બંને માટે જરૂરી હતી.

લાહોરનું ગદ્દાફી સ્ટેડિયમ એ જ મેદાન છે, જ્યાં પહેલાં ઈંગ્લેન્ડે 351 રનનો વિશાળ સ્કોર ઉભો કર્યો હતો, અને તે મેચમાં ઓસ્ટ્રેલિયાએ જોશ ઇન્ગ્લિસની શાનદાર સદીની મદદથી 5 વિકેટે જીત મેળવી હતી.

અફઘાનિસ્તાને આ શાનદાર મેચ રમીને  સૌને સાબિત કરી દીધું કે તેઓ હવે વિશ્વ ક્રિકેટમાં કોઈપણ મોટી ટીમ સામે ટક્કર આપી શકે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular