Monday, October 5, 2026
Homeરાજ્યજામનગરનશાની હાલતમાં ટ્રેન હડફેટે આવી જતાં યુવાનનું મોત

નશાની હાલતમાં ટ્રેન હડફેટે આવી જતાં યુવાનનું મોત

જામનગર શહેરના ધરારનગરમાં રહેતા નશાની કુટેવવાળા યુવાને નશાની હાલતમાં રેલ્વે ટ્રેક પર ઉભો હતો તે દરમ્યાન ટ્રેન આવી જતાં યુવાનને હડફેટ લેતા ગંભીર ઇજા પહોંચતા મોત નીપજ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગર શહેરના ધરારનગર-2 વિસ્તારમાં દાતારી પાનહાઉસ પાસે રહેતા ફિરોઝભાઇ મામદભાઇ ચના (ઉ.વ.35) નામના કડિયાકામ કરતા યુવાનને નશો કરવાની કુટેવ હોવાથી ગત તા.3ના રોજ સાંજના સમયે નશાની હાલતમાં સાત નાલા પાસે આવેલા રેલ્વે ટ્રેક પર ઉભો હતો તે દરમ્યાન ટ્રેન આવી જતાં અકસ્માતમાં ફિરોઝભાઇને શરીરે અને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. ત્યારબાદ યુવાનને સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકની પત્ની નઝમાબેન ઉર્ફે નૂરબાઇ દ્વારા જાણ કરાતાં એ.એસ.આઇ. પી.કે.વાઘેલા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular