Monday, October 26, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં સરગમ નવરાત્રિ મહોત્સવમાં 144 બાળાઓ કરશે માતાજીની આરાધના - VIDEO

જામનગરમાં સરગમ નવરાત્રિ મહોત્સવમાં 144 બાળાઓ કરશે માતાજીની આરાધના – VIDEO

વૈવિધ્યસભર પ્રાચીનતમ ભારતીય સંસ્કૃતિને અનુરૂપ ગરબા મહોત્સવ : છેલ્લા બે મહિનાથી ચાલતી પ્રેકટીસ : 30 થી વધુ રાસ-ગરબાઓ તૈયાર કરાયા

જામનગરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ લોટસ ચેરીટેબલ ટ્રસ્ટ જામનગર દ્વારા સરગમ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આ વર્ષે 144 જેટલી બાળાઓ વિવિધ પાંચ ગુ્રપમાં 30 થી વધુ અલગ-અલગ પ્રકારના રાસ-ગરબાઓ રજૂ કરશે. આ અંગે યોજાયેલ પત્રકાર પરિષદમાં ટ્રસ્ટીઓ અને આયોજકો દ્વારા સમગ્ર આયોજનની માહિતી આપવામાં આવી હતી. તા. 11 થી ર0 ઓકટોબર સુધી આ નવરાત્રિ મહોત્સવમાં પ્રાચિનતમ ભારતીય સંસ્કૃતિને અનુરૂપ ગરબા જોવા મળશે.

- Advertisement -

યુવાનો/યુવતિઓમાં વ્યક્તિ વિકાસ તથા વ્યકિતત્વ વિકાસ માટે પ્રયત્નશીલ સંસ્થા એટલે લોટસ ચેરીટેબલ ટ્રસ્ટ – જામનગર, સમગ્ર વર્ષ દરમિયાન અનેક સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, આરોગ્યલક્ષી સેવાકિય તેમજ વિકાસલક્ષી, પ્રવૃતિઓ જેમ કે તાલીમ વર્ગો, બેઠકો, શિબીરો, વિભિન્ન ઉત્સવોનું આયોજન, મેડીકલ કેમ્પ વગેરેનું આયોજન કરે છે. આ ટ્રસ્ટની સમગ્ર જામનગરને ઉપયોગી એવી સેવા પ્રવૃત્તિઓમાં શીરમોર સમી પ્રવૃત્તિ એટલે સંસ્થા દ્વારા સંચાલિત વિનામૂલ્યે અંતિમયાત્રા રથની સેવા છે.

આ બધી જ પ્રવૃતિઓના કેન્દ્રમાં વ્યકિત વિકાસ, સમાજ સેવાની સાથે સાથે આપણા બહુમૂલ્ય સાંસ્કૃતિક વારસાનું જતન પણ મુખ્ય ધ્યેય હોય, આ ધ્યેયને કેન્દ્રમાં રાખી ગુજરાતની આગવી ઓળખ સમાન રાસ ગરબા ના ભવ્ય વારસાના જતન માટે છેલ્લા ઘણા સમય થી ‘સરગમ નવરાત્રી મહોત્સવ’ નું આયોજન થઈ રહયું છે. સરગમ નવરાત્રી મહોત્સવ એટલે વૈવિધ્યસભર પ્રાચીનતમ ભારતીય સંસ્કૃતીને અનુરૂપ ગરબા મહોત્સવ જેમાં પ્રાચીન – અવાર્ચીન પરંપરા અનુસાર 144 જેટલી જગદંબા સ્વરૂપ દિકરીઓ માં ની આરાધના કરે છે અને જામનગરની જનતાને કોઈપણ જાતની પ્રવેશ ફી વગર પારિવારીક રીતે આ નવરાત્રિ મહોત્સવ માણવા માટે વ્યવસ્થા કરવામાં આવે છે.

- Advertisement -

આ નવરાત્રિ મહોત્સવ તારીખ : 11-10-2026 થી 20-10-2026 મંગળવાર સુધી, પ્રદર્શન ગ્રાઉન્ડ, સાત રસ્તા પાસે, જામનગર ખાતે રાત્રે 8:30 થી 12:00 કલાક દરમ્યાન યોજાશે. જેમાં નવરાત્રી માટે 60 x 60 ફૂટના વિશાળ સ્ટેજ પર દિકરીઓ રાસ-ગરબા દ્વારા માંની આરાધના કરશે.

નવરાત્રી દરમ્યાન 6 થી 7 હજાર નાગરિકો બેસી નવરાત્રી મહોત્સવ માણી શકે તેવી સુંદર વ્યવસ્થા તેમજ શહેરના સંતો-મહંતો, રાજકીય અગ્રણીઓ, પદાધીકારીઓ, અધિકારીઓ, ઉદ્યોગપતિઓ, ડોકટરો તથા દાતાઓ, આમંત્રીત મહેમાનો, પત્રકારો માટે પણ બેસવાની ઉચીત વ્યવસ્થા કરવામાં આવે છે.

- Advertisement -

સમગ્ર એરેનાની વ્યવસ્થા માટે રપ થી વધુ પ્રાઈવેટ સિકયોરીટી ઉપરાંત 15 થી વધુ સ્વયંસેવક ભાઈઓ ખડેપગે રહે છે. સમગ્ર એરેનાને 15 થી વધુ સી.સી.ટી.વી. કેમેરા દ્વારા સુસજજ કરવામાં આવેલ છે. મહોત્સવ માણનાર પબ્લીક માટે પાર્કીંગની સુવિધા પણ વિનામૂલ્યે પુરી પાડવામાં આવે છે. નવરાત્રી દરમિયાન ગ્રાઉન્ડ ઉપર મેડીકલ ટીમ સજજ રહેશે.

સમગ્ર નવરાત્રી મહોત્સવ માટે છેલ્લા 2 મહિનાથી વધુ સમયથી 144 થી વધુ દિકરીઓ પ્રેકટીસ કરી તમામ ગરબાઓ માટે પોતાના તાલથી તાલ મીલાવી રહી છે. 144 બાળાઓને પાંચ ગ્રુપમાં વિભાજીત કરવામાં આવી છે અને 30 થી વધુ રાસ-ગરબાઓ માડી તારા અઘોર નગારા વાગે, ડાકલા પેરોડી, રાજસ્થાની ગરબા જેવા સુંદર રાસ ગરબાઓ તૈયાર કરવામાં આવ્યા છે.

સમગ્ર નવરાત્રી મહોત્સવની કોરીયોગ્રાફી માટે બે માસથી વધુ સમયથી જહેમત ઉઠાવાઈ રહી છે. ગુજરાતના નવરાત્રીના જાહેર કાર્યક્રમમાં જામનગરમાં લોટસ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 54 x 14 ફૂટની વિશાળ સ્કીન ઉપર ગરબાઓનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે, જે જામનગરની જનતાને ઘેલું લગાડશે એમાં કોઈ શંકાને સ્થાન નથી. લાઈવ સ્કીન સાથે દીકરીઓને વિવિધ થીમ સાથે ગરબે ઘુમતી જોવી એ એક લ્હાવો બની રહેશે.

સરગમ નવરાત્રી મહોત્સવ 2026ને સફળ બનાવવા લોટસ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ભરત ઢોલરીયા, શૈલેષ પટેલ, બીપીન સોરઠીયા, જમન બાબીયા, સંજય સુદાણી, અરવિંદ કોડીનારીયા, હેમત દોમડીયા તેમજ નવરાત્રી ક્ધવીનર તરીકે રાજન મુંગરા, સુભાષ ઘાડિયા, ચેતન ઢોલરીયા, અરવિંદ સોજીત્રા, હસમુખ દોમડિયા, અશોક અમીપરા તેમજ વિવિધ વ્યવસ્થા કમિટીના ચેરમેન તથા મહિલા વિંગની ટીમ ખભે ખભા મીલાવી કામ કરી રહયા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular