Monday, February 10, 2025
HomeબિઝનેસStock Market Newsઅમેરિકામાં ટ્રમ્પના શપથ બાદ કેવી રહેશે ભારતીય શેરબજારની ચાલ ?

અમેરિકામાં ટ્રમ્પના શપથ બાદ કેવી રહેશે ભારતીય શેરબજારની ચાલ ?

- Advertisement -

ડોનાલ્ડ ટ્રમ્પે આજે બીજી વખતે અમેરિકાની શાસનધુરા સંભાળી છે. તેમના શપથ લેતાની સાથે જ તેઓ એવા અનેક નિર્ણયો લઇ શકે છે જેની અસર વિશ્વ ઉપર થશે. ખાસ કરીને વૈશ્વીક વ્યાપાર અને વૈશ્વીક ઇકોનોમી ઉપર ટ્રમ્પના નિર્ણયોની અસર જોવા મળશે. ત્યારે ટ્મ્પના આગમન બાદ ભારતીય શેરબજારની ચાલ કેવી રહેશે? તેના પર રોકાણકારો અને ટ્રેડરોની નજર મંડાઈ છે.

- Advertisement -

આજથી શરૂ થયેલા સપ્તાહના પ્રથમ દિવસે તેજ જોવા મળી છે. શું આ તેજી આગામી દિવસોમાં પણ જળવાઈ રહેશે ? કે પછી ટેકનિકલ ઉછાળા બાદ ફરી બજાર પટકાશે ? તેવો સવાલ શેર બજારના રસિયાઓમાં ચર્ચાનો વિષય બન્યો છે. તજજ્ઞોના મત અનુસાર ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પર કેટલો વેપાર ટેરીફ લાદે છે તેના પર ભારતીય બજારની ચાલનો મદાર રહેલો છે. જોકે, ઈકોનોમિકસ ટાઈમ્સના ક્ધસલ્ટીંગ એડીટર સ્વામિનાથન ઐયરના જણાવ્યા અનુસાર ટ્રમ્પના આવવાથી રૂપિયો કે શેરબજાર બંને સ્વસ્થ દેખાશે નહીં. ડોલરની સતત મજબુતીને કારણે ભારતના બજાર પર દબાણ આવી શકે છે.

બજારના અન્ય તજજ્ઞોના જણાવ્યા અનુસાર સોમવારે બેન્ક નિફટીએ ફરીથી 10 દિવસની મુવીંગ એવરેજ પ્રાપ્ત કરી છે. જ્યારે 23400 ના લેવલ ઉપર નિર્ણાયક રીતે બંધ થયા બાદ જ નિફટીમાં વધુ તેજી જોવા મળી શકે છે. હાલમં 23100 ના સપોર્ટ સાથે નિફટી ક્ધસોલીડેટ કરી રહ્યો છે.

- Advertisement -

ટેકનિકલ મોરચે, નિફ્ટી 23,400-23,100 ના તેના મહત્વપૂર્ણ સપોર્ટ ઝોનની નજીક કોન્સોલિડેશન ચાલુ રાખે છે. સોમવારના 23,300 ની ઉપરના બંધે ટૂંકા ગાળાના બુલિશ સેન્ટિમેન્ટને મજબૂત બનાવ્યું છે, ચોઇસ બ્રોકિંગના રિસર્ચ વિશ્લેક મંદાર ભોજનેએ જણાવ્યું હતું.

તેમના મતે, 23,400 થી ઉપરનો બ્રેકઆઉટ 23,600 અને 23,800 તરફની તેજી માટેનો માર્ગ સેટ કરી શકે છે, જે RSI દ્વારા 41.34 પર સૂચવવામા આવેલા ખરીદીના મોમેન્ટમમાં સુધારો દ્વારા સમર્થિત છે. જોકે, 23,100 થી નીચે ડાઉનસાઇડ બ્રેક 22,800 અને 22,600 તરફ ઘટાડા તરફ દોરી શકે છે, એમ તેમણે ઉમેર્યું.

- Advertisement -

(ડિસક્લેમર: ‘ખબર ગુજરાત’ માત્ર માહિતીના હેતુઓ માટે જ શેરબજારના સમાચાર પ્રદાન કરે છે અને તેને રોકાણની સલાહ તરીકે ન ગણી શકાય. વાચકોને કોઈપણ રોકાણના નિર્ણયો લેતા પહેલા યોગ્ય નાણાકીય સલાહકારની સલાહ લેવા પ્રોત્સાહિત કરવામાં આવે છે.)

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular