Thursday, December 2, 2021
Homeરાજ્યજામનગરજામનગર એસટીના ડ્રાઇવર-કંડકટરની ઇમાનદારી

જામનગર એસટીના ડ્રાઇવર-કંડકટરની ઇમાનદારી

મહિલાનું સોનાના દાગીના અને રોકડ ભરેલું પર્સ પરત કર્યું

- Advertisement -

રાજકોટથી ગત્ તા.13ના રોજ સાંજના 16.45એ ઉપડેલી એસટી બસ સાંજના 19.10એ જામનગર એસટી ડેપોમાં પહોંચી હતી. જયાં બસમાં બેસેલાં તમામ મુસાફરો ઉતરી ગયા હતાં. ત્યારબાદ ખાલી બસમાં મહિલાનું પર્સ ડ્રાઇવર ધર્મેન્દ્રસિંહ જાડેજા અને કંડકટર એન.જી.વાળાને ધ્યાને આવતાં આ પર્સ અંગે એસટીના એટીએસ વિભાગમાં જાણ કરી હતી. જેના આધારે એટીએસ વિભાગે રાજકોટ-જામનગર બસમાં મુસાફરી કરેલાં નરગીબેનનું હોવાનું જણાતાં ખરાઇ કર્યા બાદ 4 લાખના સોનાના દાગીના અને રૂા.4000 સાથેની રોકડ ભરેલું પર્સ ડેપો મેનેજર ગઢવીએ પરત કર્યું હતું. જેથી લાખોનું પર્સ પરત મળતાં મહિલાએ એસટી વિભાગના કર્મચારીઓની ઇમાનદારીની સરાહના કરી અભિનંદન પાઠવ્યા હતાં.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular