Wednesday, March 26, 2025
Homeરાજ્યગુજરાતગાંધીનગરમાં જમીન કૌભાંડ થયાની જોરદાર ચર્ચા

ગાંધીનગરમાં જમીન કૌભાંડ થયાની જોરદાર ચર્ચા

ગાંધીનગર જિલ્લામાં પીંઢરડામાં 1.49 લાખ ચોરસ મીટર ખેતીની જમીનમાં કલેકટરની અકઈ એટલે કે એગ્રિકલ્ચરલેન્ડ સીલિંગની કવેરી હતી. કેમ કે આ જમીન ડમી ખેડૂતોના નામે લેવાઇ હતી. પરંતુ આ કવેરીનો સાચો ખોટો જવાબ સ્વીકારાવીને આજમીનને બિનખેતી કરી આપવામાં આવી હતી.તેમજ બિનખેતી કર્યા બાદઆ જમીનને સિન્ટેકસના માલિકોના નામે ટ્રાન્સફર કરવામાં આવી હતી. વાસ્તવમાં આ કંપની બેન્કમાં ડીફોલ્ટ થયેલી છે.બીજી બાજુ માણસા તાલુકાના અલુવા ગામમાં સર્વે નંબર 219 પૈકી 4ની 64750 મીટર જમીનની માલિકી એક કેબિનેટ મંત્રી અને તેમના સગા ભાઇના નામે ભાગીદારમાં હોવાનું બહાર આવ્યું છે.જેને પગલે સચિવાલયમાં ચર્ચા શરૂ થઇ છે. કે કંપનીએ પોતાનું કામ કાઢવવા માટે આ મંત્રી સાથે ગોઠવણ કરી હતી. મંત્રીએ પોતાની વગનો ઉપયોગ કરીને સિન્ટેકસની ઉકત જમીનને બિનખેતી કરાવી દીધી હતી. જેના બદલામાં કંપની તરફથી મંત્રીને જમીનનો એક ટુકડો એટલે કે, સર્વેનંબર 219 પૈકી4ની 64,750 ચો.મી. જમીન તાસક પર ભેટ ધરી હોવાની ચર્ચા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular