Friday, March 29, 2024
Homeરાજ્યગુજરાતગુજરાતમાં ગરમીનો કહેર, મે મહિનામાં 10,000થી વધુ લોકોને ગંભીર અસર

ગુજરાતમાં ગરમીનો કહેર, મે મહિનામાં 10,000થી વધુ લોકોને ગંભીર અસર

બેભાન થઇ જવાના રોજ 40 થી પ0 કેસ 108 ઇમરજન્સી સર્વિસને મળી રહ્યાં છે

- Advertisement -

કાળઝાળ ગરમીના કારણે ઝાડા-ઉલ્ટી બેભાન થવું કે ચકકર ખાઇને પડી જવું, પેટમાં દુ:ખાવો સહિતના ઇમરજન્સી કેસની સંખ્યામાં વધારો થયો છે. મે મહિનાના પહેલા સપ્તાહની સરખામણીએ મે મહિનાના બીજા સપ્તાહમાં ગુજરાતમાં આવા કેસ 14 ટકા વધ્યા છે. જયારે અમદાવાદ શહેરમાં 21 ટકા જેટલો વધારો નોંધાયો છે. તબીબોનું કહેવું છે કે, બપોરે ભરતડકે બહાર નિકળવાનું ટાળવું જોઇએ. ખાસ કરીને નાના બાળકો અને વૃધ્ધો, અન્ય બિમારીથી પીડાતા હોય તેવા લોકોએ કાળજી રાખવી જોઇએ.

- Advertisement -

ગરમીના કારણે બેભાન ભડી જવું, ઝાડા ઉલટી સહિતના ગુજરાતમાં મે મહિનામાં પહેલા સપ્તાહમાં 4829 જેટલા કેસ નોંધાયા હતા. જો કે, બીજા સપ્તાહમાં નવા 5500થી વધુ કેસ નોંધાયા છે. આમ ગત સપ્તાહની સરખામણીએ 14 ટકા જેટલો વધારો થયો છે.

આમ તમામ કોલ્સ 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસને મળ્યા છે. એ જ રીતે અમદાવાદ શહેરમાં એક જ સપ્તાહમાં 21 ટકા કેસ વધ્યા છે. અમદાવાદમાં ગરમી સંબંધિત 1149 કેસ હતા. એ પછી છેલ્લા સપ્તાહમાં નવા 1393 કેસ નોંધાયા છે. ગત સપ્તાહે હિટ સ્ટ્રોકને લગતાં 7 કેસ હતા, જે છેલ્લા સપ્તાહે 29 થયા છે, એમાંય સૌથી વધુ અમદાવાદ શહેરમાં હિટ સ્ટ્રોકસના 8 કેસ નોંધાયા છે. મહત્વનું છે કે, ગુજરાતમાં ગરમી સંબંધિત વિવિધ બિમારીના રોજના 700થી 800 જેટલા કોલ્સ નોંધાઇ રહયા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular