Tuesday, April 13, 2021
Homeરાજ્યગુજરાતસમગ્ર દેશમાં રોજગારી ક્ષેત્રે ગુજરાત અગ્રેસર: આઇ.કે.જાડેજા

સમગ્ર દેશમાં રોજગારી ક્ષેત્રે ગુજરાત અગ્રેસર: આઇ.કે.જાડેજા

- Advertisement -

લીંબડી હાઈવે પર આવેલા રાજ રાજેશ્વરધામ ખાતે ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશનું 18મું ત્રિવાર્ષિક પ્રદેશ અધિવેશન યોજવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રાસંગિક ઉદ્દબોધન કરતા કાર્યવાહક અધ્યક્ષ આઈ.કે.જાડેજાએ જણાવ્યું હતું કે દેશમાં ગુજરાતે સૌથી વધારે રોજગારી આપનાર રાજ્ય છે. વાઈબ્રન્ટ ગુજરાત થકી રાજ્યમાં ઔદ્યોગિક મૂડીરોકાણ વધ્યુ છે. જેના કારણે રોજગારીના નવા દ્વાર ખુલ્યા છે. રાજ્યમાં સ્કીલ ડેવલપમેન્ટ અંતર્ગત સારું કાર્ય થઈ રહ્યું છે. 10-12 વર્ષમાં ITI ક્ષેત્રે જોબ પ્લેસમેન્ટ દ્વારા સરકારે રોજગારીની નવી તકોનું નિર્માણ કર્યું છે. ધારાસભ્ય કિરીટસિંહ રાણાએ ગુજરાતના ઔદ્યોગિક વિકાસની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે રાજ્યમાં ઔદ્યોગિકરણને કારણે સબંધિત વિસ્તારોની માળખાકીય સુવિધામાં વધારો થયો છે. સાથો સાથ નવી રોજગારીનું સર્જન પણ થયું છે.

- Advertisement -

આ પ્રસંગે ભારતીય મજદુર સંઘના પ્રદેશ પ્રમુખ વાલજીભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે કોરોના કાળમાં ભારતીય મજદૂર સંઘના કાર્યકરોએ શ્રમિકોને જીવન જરૂરી સામગ્રી પહોંચાડવામાં મદદ કરી છે. ધારાસભ્ય કિરીટસિંહ રાણા, ભારતીય મજદુર સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ હિરણ્ય પંડ્યા, પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ સચિન નારાયણ, લાઈફ મિશન સેન્ટરના સેક્રેટરી અશોકસિંહ ગોહિલ, ભારતીય મજદુર સંઘના પ્રભારી રાજ બિહારી શર્મા, પ્રદેશ મહામંત્રી અરવિંદ પરમાર સહિત ભારતીય મજદુર સંઘના કાર્યકરો હાજર હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular