Saturday, June 14, 2025
Homeરાજ્યજામનગરજામનગરની રંગમતી નદીના કાઠે આવેલ દબાણો દુર કરવા સામે ગુજરાત હાઇકોર્ટનો સ્ટે........

જામનગરની રંગમતી નદીના કાઠે આવેલ દબાણો દુર કરવા સામે ગુજરાત હાઇકોર્ટનો સ્ટે……..

જામનગરની રંગમતિ નદીના કાંઠે આવેલ દબાણો દુર કરવા જામનગર મહાનગરપાલિકા નોટિસો ફટકારવામાં આવી હતી અને લોકોને મકાનો ખાલી કરવા તાકીદ કરવામાં આવી હતી. આ અંગે ગુજરાત હાઈકોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવતા હાઈકોર્ટ દ્વારા આ કાર્યવાહી સામે સ્ટે આપવામાં આવ્યો છે.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર રંગમતી નદીના કાઠે રહેતા રમેશ જીવાભાઇ મકવાણા નદીના કાઠે પાકા બેનેલા મકાન બાંધી પોતાના પરિવાર સાથે છેલ્લા 25-30 વર્ષથી વસવાટ કરે છે. સાથે રમેશભાઇના ભાઇઓના મકાન પણ નજીકમાં જ બાંધેલા છે.

જેને તા.18.04.2025 ના રોજ જામનગર મહાનગર પાલિકા દ્વારા ખાલી કરવાની નોટિસ મળેલી હતી અને જે માત્ર 7 દિવસનો સમય આપમાં આવ્યો હતો. એટલે તા.25.04.2025 ના રોજ તમામ મકાનોને ખાલી કરીને કબજો સોંપી દેવાની નોટિસ બોમ્બે મ્યુનિસિપલ એક્ટ ની કલમ 478 (2) મુજબ અનેઅવિકૃત દબાણ ખાલી કરવાની પાઠવેલી હતી.

- Advertisement -

જે નોટિસ અન્યને રમેશ જીવાભાઇ મકવાણા તથા તેના ભાઈઓ તાત્કાલિક અસરથી વકીલ ની સલાહ અંતર્ગત એ નોટીસને ગુજરાત હાઇકોર્ટ સમક્ષ પડકારેલી હતી. ત્યારબાદ, ગુજરાત હાઇકોર્ટ વકીલ ની ધારદાર રજૂઆતો અને અન્ય હાઇકોર્ટે તથા સુપ્રીમ કોર્ટેના તાજેતરના ચુકાદોઓ ધ્યાને લઇને અને ખાસ હાલની હીટવેવ (ગરમી) ની પરિસ્થિતિ ધ્યાને લઇને જામનગર મહાનગર પાલિકા ને તા.06.06.2025 સુધી એકપણ પ્રકાર કડક પગલા ‘ન’ લેવા હુકમ કરેલ છે.
આ કેસમાં અરજદાર તરફે યુવા વકીલ શકીલ.ઓ.નોયડા તથા ગુજરાત હાઇકોર્ટમાં વકીલ મેહુલ.એસ.પાડલીયા રોકાયેલ હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular