Saturday, December 7, 2024
Homeરાજ્યહાલારરિલાયન્સ ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજભાઇ નથવાણી દ્વારા હરિનામ સંકિર્તન મંદિરના નિર્માણ માટે 1...

રિલાયન્સ ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજભાઇ નથવાણી દ્વારા હરિનામ સંકિર્તન મંદિરના નિર્માણ માટે 1 કરોડ 75 લાખનું અનુદાન

મંદિરના ટ્રસ્ટી જીતુભાઇ લાલ દ્વારા તેમનો આભાર વ્યક્ત કરાયો

- Advertisement -

ખંભાળિયામાં હરિનામ સંકિર્તન મંદિરની જગ્યામાં મંદિર સહિતની સુવિધાઓ વિકસાવવા માટે રિલાયન્સ ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણી દ્વારા 1 કરોડ 75 લાખથી વધુનું દાન આપતાં મંદિરના ટ્રસ્ટી જીતુભાઇ લાલ દ્વારા તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં આવેલ શ્રી હરિનામ સંકિર્તન મંદિરની જગ્યામાં ભવ્ય અને દિવ્ય સંકિર્તન મંદિરની સાથે પ્રાર્થનાસભા, ભોજનાલય અને અતિથિરૂમ સહિતની વિવિધ સુવિધાઓ વિકસાવવાનો નિર્ણય કરાયો છે. ત્યારે આ મંદિરના નિર્માણ સહિતની વિવિધ સુવિધાઓ વિકસાવવા માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણી દ્વારા રૂા. 1 કરોડ 75 લાખથી વધુ દાનની સ્વિકૃતિ આપવામાં આવી છે. ત્યારે ખંભાળિયા સ્થિતિ હરિનામ સંકિર્તન મંદિરના ટ્રસ્ટી અને જામનગરના બાલા હનુમાન સંકિર્તન મંદિર ટ્રસ્ટના પ્રમુખ તરીકે જીતુભાઇ લાલએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજભાઇ નથવાણીની રૂબરૂ મુલાકાત કરી તેમનો અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ડાયરેકટર પરિમલભાઇ નથવાણી તેમજ રિલાયન્સ ગ્રુપનો આભાર વ્યક્ત કર્યો હતો.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular