જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ સામાન્ય રીતે લોકોને સ્વાસ્થ્ય અંગેની નોટિસો આપવાની શરૂ થઈ જતી હોય છે. ત્યારે ખરેખર સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થઈને તંદુરસ્તી જાળવવાના પ્રયાસો કરતા રહેવા જોઇએ. 40 ની ઉંમર પછી પણ તંદુરસ્ત રહેવા માટે આયુર્વેદિક દુનિયાના અમન ચુડાસમા આપણને કેટલીક ટીપ્સ આપે છે તો ચાલો જાણીએ.
1. સંતુલિત આહાર: વધુ ફળો, શાકભાજી, પૂર્ણ અન્ન અને પ્રોટીન આપતા ખોરાકને તમારા આહારમાં ઉમેરો વધુ ચરબી અને શકકર ટાળો.
2. નિયમિત કસરત : કાર્ડિઓ, સ્ટ્રેન્થ, ટ્રેનીંગ અને લચકતા વધારવા માટે યોગ કરવું. અઠવાડિયામાં ઓછામાં ઓછા 150 મિનિટનું મધ્યમ સ્તરે શારીરિક પ્રવૃત્તિનું લક્ષ્ય રાખવું.
3. પ્રબંધિત તણાવ : મેડિટેશન, શ્વાસની વ્યાયામ અથવા નિયમિત મુકત સમય એકલા રહેવું તણાવને નિયત્રણ કરવામાં મદદરૂપ હોઇ શકે છે.
4. સૌથી મહત્વપૂર્ણ યોગ્ય નિંદ્રા : દરરોજ સાત થી આઠ કલાકની ગુણવતાયુકત નિંદ્રા લેવી જોઇએ.
5. સહાયક તપાસો : નિયમિત રીતે ડોકટર સાથે ચેકઅપ કરાવવું જોઇએ ખાસ કરીને હાર્ટ, બ્લડપ્રેશર અને અન્ય આરોગ્યને લગતી સમસ્યાઓ માટે તપાસ કરાવવી જોઇએ.
6. હાઈડ્રેશન : પુરતી માત્રામાં પાણી પીવું જોઇએ કેફિન અને સુગરયુકત પીણા ઓછા પીવા જોઇએ.