Saturday, October 12, 2024
Homeરાજ્યગુજરાતરાજયપાલ દ્વારા ગુજરાતમાં લવ જેહાદ કાયદાને મંજુરી

રાજયપાલ દ્વારા ગુજરાતમાં લવ જેહાદ કાયદાને મંજુરી

- Advertisement -

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં રજૂ થયેલા 8 વિધેયકને લઈને એક મહત્વપૂર્ણ સમાયાર મળી રહ્યા છે. ગુજરાત બજેટ સત્રમાં રજૂ થયેલા આઠ બિલને રાજ્યપાલની મંજૂરી આપી દેવામાં આવી છે. આ આઠ બિલમાં લવ જેહાધના કાયદાનો પણ સમાવેશ થાય છે. ગુજરાતમાં છેલ્લાં ધણા સમયથી લવજેહાદની ઘટનાઓ બની રહી છે, ત્યારે અન્ય રાજ્યમાં લવજેહાધના કાયદાને લઇને માંગ ઉઠી હતી. આ સંદર્ભે આ વર્ષે ગુજરાત બજેટ સત્રમાં લવ જેહાધના કાયદા માટે મૂકવામાં આવ્યું છે. જે કાયદાને મંજૂરી મળી ગઈ છે. ગુજરાતમાં લવજેઠાધના કાયદાને ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટને મંજૂરી આપવામાં આવી છે.

વૈધાનિક અને સંસદીય બાબતોના મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોની સુખાકારી અને સુરક્ષાને વધુ સુદ્રઢ બનાવવા માટે રાજ્ય સરકારે 14મી ગુજરાત વિધાનસભાના 8 મા સત્રમાં 15 જેટલા વિધેયકો રજૂ કરવામાં આવ્યા હતા. જે પૈકી અગાઉ વિધાનસભા સત્ર દરમિયાન મંજુર થયેલા 7 વિધેયકો પ્રસિધ્ધ થયા બાદ હવે બાકોના 8 વિધેયકોને રાજ્યપાલે મંજૂરીની મહોર મારી છે. તે હવે એક્ટ તરીકે પ્રસિદ કરવામાં આવનાર છે. આમ રાજયસરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ તમામ 15 વિધેયકોને રાજયપાલએ મંજુરીની મહોર મારી છે.

જે વિધેયકોને પણ રાજ્યપાલ દ્વારા મંજૂરી આપવામાં ખાવી છે તેમાં (1) ગુજરાત વ્યવસાયિક તબીબી શૈક્ષણિક કોલેજો અથવા સંસ્થાઓ (પ્રવેશ નિયમન અને ઠો નિર્ધારણ) બાબત (સુધારા) વિધેયક, 2021, (2) ગુજરાત પંચાયત (સુધારા) બિલ, 2021: (3) ગુજરાત અશાંત વિસ્તારોમાંની સ્થાવર મિલકતની તબદીલી પર પ્રતિબંધ મૂકવા તથા તે વિસ્તારોમાંની જગામાંથી ભાડૂતોને ખાલી કરાવવામાંથી રક્ષણ આપવા અંગેની જોગવાઇ કરવા બાબત (સુધારા) વિધેયક, 2021, (4) ગુજરાત ફીડમ ઓફ રીલીજીયન (સુધારા) વિધેયક, 2021 (લવ જેહાદ બાબતનું બીલ), (5) ગુજરાત ખાનગી યુનિવર્સિટી (સુધારા) વિધેયક, 2021, (6) ગુજરાત માધ્યમિંક અને ઉચ્ચતર માધ્યમિંક શિક્ષણ (સુધારા) વિધેયક, 2021:, (7) ગુજરાત ક્લીનીકલ એસ્ટાબ્લીશમેંટસ (રજિસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) વિધેયક, 2021, (8) ફોજદારી કાર્યરીતી (ગુજરાત સુધારા) વિધેયક, 2021નો સમાવેશ થાય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular