Friday, March 29, 2024
Homeરાષ્ટ્રીયકોરોના સામે લડવા ગુગલ કરશે ભારતને 135 કરોડ રૂપિયાની મદદ

કોરોના સામે લડવા ગુગલ કરશે ભારતને 135 કરોડ રૂપિયાની મદદ

- Advertisement -

ભારત કોરોના સામે લડવા માટે અનેક પ્રયત્નો કરી રહ્યું છે. આજે વિશ્વમાં સૌથી વધુ કોરોનાના કેસ ભારતમાં નોંધાઈ રહ્યા છે. આવી સ્થિતિમાં ઘણા મૈત્રીપૂર્ણ દેશોએ મદદનો હાથ લંબાવ્યો છે. હવે ગૂગલ કંપનીએ પણ ભારતને મદદ કરવા માટે 135 કરોડ રૂપિયાનાં ભંડોળની જાહેરાત કરી છે.

- Advertisement -

ગુગલના સીઈઓ સુંદર પિચાઈએ ખુદ ટ્વીટ કરીને આની માહિતી આપી છે. તેઓએ જણાવ્યું છે કે ‘ભારતમાં કોરોના સંકટને ધ્યાનમાં રાખીને ગૂગલે 135 કરોડ રૂપિયા આપવાનું નક્કી કર્યું છે. આ ભંડોળ ભારતને ‘Give India’ અને ‘યુનિસેફ’ દ્વારા આપવામાં આવશે.’ Give India ને આપવામાં આવતા ભંડોળ કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત લોકોને આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે, જેથી તેઓ તેમના રોજિંદા ખર્ચ પૂરા કરી શકે. ત્યારબાદ, યુનિસેફ દ્વારા ઓક્સિજન અને ટેસ્ટિંગ ઉપકરણો સહિત અન્ય તબીબી પુરવઠો પૂરો પાડવામાં આવશે. ગૂગલનાં કર્મચારીઓ પણ ભારત માટે ભંડોળ એકત્ર કરવા માટે અભિયાન ચલાવી રહ્યા છે. અત્યાર સુધીમાં ગૂગલનાં 900 કર્મચારીઓએ 3.7 કરોડનું ભંડોળ એકઠું કર્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular