Friday, April 19, 2024
Homeઆંતરરાષ્ટ્રીયબાંગ્લાદેશને વીજ પૂરવઠાથી સજ્જ કરતો ગોડ્ડા પાવર પ્લાન્ટ કાર્યરત

બાંગ્લાદેશને વીજ પૂરવઠાથી સજ્જ કરતો ગોડ્ડા પાવર પ્લાન્ટ કાર્યરત

અદાણી પાવર દ્વારા પડોશી મિત્ર રાષ્ટ્રને સ્પર્ધાત્મક થર્મલ પાવરનો પુરવઠો આપવાનો આરંભ

- Advertisement -

વૈવિધ્યસભર અદાણી ઉદ્યોગ સમૂહનો એક હિસ્સો એવી અદાણી પાવર લિ. (APL) એ ભારતના ઝારખંડ જિલ્લામાં ગોડ્ડા ખાતે આવેલા તેના પ્રથમ ૮૦૦ મેગાવોટ ક્ષમતાના અલ્ટ્રા-સુપર-ક્રિટીકલ થર્મલ પાવર જનરેશન યુનિટનો આરંભ કરવાની જાહેરાત કરતા બાંગ્લાદેશને ૭૪૮ મેગાવોટ પાવર સપ્લાય આપવાનું શરૂ કર્યું  છે. ગોડ્ડામાંથી સપ્લાય કરવામાં આવતી વીજળી પ્રવાહી બળતણમાંથી ઉત્પન્ન થતી મોંઘી શક્તિનું સ્થાન લેવા સાથે ખરીદેલી વીજળીની સરેરાશ કિંમતમાં ઘટાડો કરનાર હોવાથી પડોશી દેશની પરિસ્થિતિમાં નોંધપાત્ર બદલાવ લાવશે.

- Advertisement -

અદાણી પાવર લિ.ના મુખ્ય કારોબારી અધિકારી શ્રી એસ.બી. ખ્યાલિયાએ જણાવ્યું હતું કે, ભારત-બાંગ્લાદેશ વચ્ચેના લાંબા સમયના મૈત્રીભર્યા સંબંધોમાં ગોડ્ડા પાવર પ્લાન્ટ એ વ્યૂહાત્મક સંપત્તિ છે.તે બાંગ્લાદેશમાં વીજ પુરવઠાની સ્થિતિ સરળ બનાવશે પરિણામે ત્યાંના ઉદ્યોગો અને ઇકોસિસ્ટમને વધુ સ્પર્ધાત્મક બનાવશે. આ પ્લાન્ટ ભારત અને સમગ્ર દક્ષિણ-પૂર્વ પ્રદેશમાં સ્થાપિત થયેલો સૌથી કાર્યક્ષમ અને ઇકો ફ્રેન્ડલી થર્મલ પાવર પ્લાન્ટ બનવા જઈ રહ્યો છે અને વિશ્વમાં આ શ્રેણીઓમાં શ્રેષ્ઠ પૈકીનો એક છે. સો ટકા ફ્લુ ગેસ ડિસલ્ફ્યુરાઇઝેશન (FGD), SCR અને ઝીરો વોટર ડિસ્ચાર્જ સાથે પ્રથમ દિવસથી જ તેની કામગીરી શરૂ કરનાર દેશનો આ પ્રથમ પાવર પ્લાન્ટ છે.

બાંગ્લાદેશ પાવર ડેવલપમેન્ટ બોર્ડ (BPDB) એ APL ની સંપૂર્ણ માલિકીની પેટા કંપની અદાણી પાવર ઝારખંડ લિ. (APJL) સાથે ૨X૮૦૦ MW અલ્ટ્રા-સુપર પાવર પ્રોજેક્ટમાંથી ૧,૪૯૬ મેગાવોટ નેટ કેપેસિટી પાવર મેળવવા માટે નવેમ્બર ૨૦૧૭માં લાંબા ગાળાના પાવર પરચેઝ એગ્રીમેન્ટ (PPA) કર્યા હતા. ખાનગી ક્ષેત્રમાં ભારતના સૌથી મોટા પાવર ઉત્પાદક ગોડ્ડા ખાતે ટૂંક સમયમાં ૮૦૦ મેગાવોટ ઉત્પાદન ક્ષમતા ધરાવતું તેનું બીજું એકમ શરૂ કરે તેવી અપેક્ષા છે.

- Advertisement -

 ભારતીય ઉપ-મહાદ્વીપ પ્રદેશમાં સૌથી મોટા પ્રવાહી ઇંધણ આધારિત પાવર જનરેશન પ્લાન્ટ્સ પૈૈકી બાંગ્લાદેશ એક પ્લાન્ટ ધરાવે છે તે ઉલ્લેખનિય છે. ભારે ઇંધણ તેલ (HFO) આધારિત પ્લાન્ટ્સની સ્થાપિત ક્ષમતા લગભગ ૬,૩૨૯ મેગાવોટ અને હાઇ-સ્પીડ ડીઝલ (એચએસડી) આધારિત પ્લાન્ટની ક્ષમતા અંદાજે ૧,૨૯૦ મેગાવોટ છે, આમ કુલ ૭,૬૦૦ મેગાવોટથી વધુ છે. નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ માટે BPDB ના વાર્ષિક અહેવાલ અનુસાર HFOઆધારિત પ્લાન્ટ્સની કુલ ટેરિફ લગભગ કીલોવોટ દીઠ ૨૨.૧૦ BDT (USC 21/KWh) છે અને HSDઆધારિત પાવર પ્લાન્ટ્સની કુલ ટેરિફ કીલોવોટ દીઠ લગભગ ૧૫૪.ઇ૧૧ BDT  (USC 149/KWh) છે, જે ગોડ્ડા પાવર પ્લાન્ટના ટેરિફ કરતા ઘણો વધુ છે (ઊર્જાનો ખર્ચ કીલોવોટ દીઠ  ૯ સેન્ટ હોવાનો અંદાજ છે). અલબત્ત  બાંગ્લાદેશ હાલમાં ત્રણ અન્ય આયાતી કોલસા આધારિત પાવર જનરેટર સાથે લાંબા ગાળાના પાવર પરચેઝ એગ્રીમેન્ટ ધરાવે છે, ગોડ્ડા TPPના કુલ ટેરિફ સાથીઓની સરખામણીમાં સ્પર્ધાત્મક છે.

૨x૮૦૦ મેગાવોટના અલ્ટ્રા-સુપરક્રિટીકલ પાવર પ્રોજેક્ટના ૮૦૦ મેગાવોટની ક્ષમતાના પ્રથમ યુનિટ ૧ ઝારખંડના ગોડ્ડા જિલ્લા સ્થિત અદાણી પાવર (ઝારખંડ) લિ. એ વ્યાપારી કામકાજ શરુ કર્યું છે. અદાણી પાવર લિ.ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની અદાણી પાવર (ઝારખંડ) બાંગ્લાદેશ પાવર ડેવલપમેન્ટ બોર્ડને યુનિટ ૧માંથી ૭૪૮ મેગાવોટને અનુરૂપ નેટ ક્ષમતા માટે પચ્ચીશ વર્ષના પાવર પરચેઝ એગ્રીમેન્ટ (“PPA”) અંતર્ગત પાવર સપ્લાય કરશે. તદનુસાર APJL એ ૬ એપ્રિલ, ૨૦૨૩ થી PPA હેઠળ તેના દાવાઓ પર જરુરી પ્રક્રીયા શરૂ કરી છે,” જેની બોમ્બે સ્ટોક એક્સચેન્જ સમક્ષ APLએ કરેલી જાહેરાત વાંચવા મળે છે.

- Advertisement -

COVID-19 ની અભૂતપૂર્વ મહામારી સહિત અનેક પડકારો છતાં, APJLએ બાંગ્લાદેશ સરકારના પ્રતિનિધિઓની હાજરીમાં ગોડ્ડાથી બાંગ્લાદેશ સુધીની સમર્પિત ટ્રાન્સમિશન લાઇન દ્વારા ૨૯ નવેમ્બર ૨૦૨૨ ના રોજ બાંગ્લાદેશની પાવર ગ્રીડ સાથે તેના પ્રથમ યુનિટને સફળતાપૂર્વક સિંક્રોનાઇઝ કર્યું હતું. બાદમાં બાંગ્લાદેશની બાજુએ જરૂરી ટ્રાન્સમિશન ઇવેક્યુએશન સિસ્ટમ માર્ચ ૨૦૨૩માં કાર્યરત કરવામાં આવી હતી. તદનુસાર, APJLએ ૨૦ માર્ચ ૨૦૨૩ ના ફરીથી એકમ ૧ ને સિંક્રોનાઇઝ કર્યું હતું. બાંગ્લાદેશ પાવર ડેવલપમેન્ટ બોર્ડ અને પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ બાંગ્લાદેશના સક્ષમ અધિકારીઓની હાજરીમાં કોમર્શિયલ ઓપરેશન ટેસ્ટ સહિત રિલાયેબીલિટી રન ટેસ્ટ તા. ૫ એપ્રિલ ૨૦૨૩ ના રોજ  સંપ્પન થઇ છે.

વિશ્વમાં ઉપલબ્ધ અદ્યતન ટેકનોલોજીનો બે એકમો ધરાવતા ગોડ્ડા પાવર પ્લાન્ટમાં ઉપયોગ થયો છે, જે કોલસા અને પાણીના ઉત્સર્જન અને વપરાશને નિયંત્રિત કરવા માટેની આધુનિક ટેકનીક સાથેની “અલ્ટ્રા સુપર ક્રિટિકલ ટેક્નોલોજી” છે.જે ફ્લુ ગેસ ડિસલ્ફ્યુરાઇઝેશન (FGD) અને સિલેક્ટિવ કેટાલિટીક રિડક્શન (SCR) પ્લાન્ટમાં ઉત્સર્જન ઘટાડવા અને પર્યાવરણ, વન અને ક્લાયમેટ ચેન્જ સંબંધી વન અને પર્યાવરણ મંત્રાલયના હાલના પર્યાવરણીય ધોરણોને પૂર્ણ કરવા માટે સ્થાપિત કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular