જામનગર શહેરના ગોકુલધામ સોસાયટીમાં રહેતી વિદ્યાર્થિની યુવતીને નીટની પરિક્ષામાં સારા માકર્સ નહીં આવતાં મનમાં લાગી આવતા તેણીએ ગઇકાલે તેના ઘરે રૂમમાં પંખાના હૂકમાં દોરી વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેરના રણજિતસાગર રોડ પર આવેલી વ્રજભૂષણ સ્કૂલ પાસેની ગોકુલધામ સોસાયટીની શેરી નંબર બેમાં રહેતા ગોવિંદભાઇ વિઠ્ઠલભાઇ વાટલિયા નામના ડ્રાઇવિંગ કરતા યુવાનની પુત્રી કેસરબેન ગોવિંદભાઇ વાટલિયા (ઉ.વ.18) નામની યુવતીએ હાલમાં જ નીટની પરિક્ષા આપી હતી. આ પરિક્ષામાં અપેક્ષિત સારા માકર્સ આવ્યા ન હતા. જેથી મનમાં લાગી આવતાં તેણીએ શુક્રવારે બપોરના સમયે તેણીના ઘરના રૂમના પંખામાં કપડાંની દોરી વડે ગળેટૂંપો ખાઇ આત્મહત્યા કરી હતી. યુવતીની આત્મહત્યાથી પરિવારજનો હતપ્રભ બની ગયા હતા. આ બનાવ અંગે મૃતકના પિતા ગોવિંદભાઇ દ્વારા જાણ કરાતાં હે.કો. વાય. એન. સોઢા તથા સ્ટાફએ સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.