મહોરમ થી જ ઇસ્લામ ના નવા વર્ષનો આરંભ થાય છે. આ વખતે ઇસ્લામનો 1447 માં વર્ષનો પ્રારંભ થયો છે. મુસ્લિમ બિરાદરો દ્વારા ’હઝરત ઈમામ હુસૈન સાહેબ’ ની શહાદતની યાદમાં મહોર્રમ માસ દરમ્યાન કલાત્મક તાજિયા બનાવી માતમ મનાવવામાં આવે છે. મહોરમ માસ દરમ્યાન જામનગર શહેરમાં કલાત્મક તાજિયા બનાવામાં આવે છે. જામનગર શહેરના “ચાંદી” નો તાજીયો, “અમી ધૂળધોયા” અને “બુલંદી ગ્રુપ” નો તાજીયો ખુબજ વિખ્યાત છે. ત્યારે, જામનગરમાં અલગ-અલગ વિસ્તારમાં કલાત્મક તાજીયા બનાવવાની કામગીરી જોરશોર થી ચાલી રહી છે એક-એક તાજિયા માટે અંદાજે દોઢ થી બે લાખનો ખર્ચ થતો હોય છે અને યુવાનો દિવસ રાત જોયા વગર છેલ્લા દોઢેક માસ થી તાજીયા બનાવાની તૈયારી કરતા હોય છે.
જામનગર શહેરમાં પરવાનાવાળા તાજીયા કુલ 29 છે. અને હાજરો ની સંખ્યામાં બીજા અનેક તાજિયા મુસ્લિમ સમાજ ના યુવાનો દ્વારા બનાવમાં આવે છે. મુખ્યત્વે તાજીયા માં લાકડું અને થર્મોકલ નો ઉપયોગ થતો હોય છે. તાજીયા ની ડિઝાઇન માટે બાદ માં તેમાં અલગ-અલગ કલર નો ઉપયોગ કરવામાં આવે છે. તાજીયા ને લાઇટિંગ કામ માટે હાલ માં એલ.ઇ.ડી, બોલ્ડ અને સીરિઝ થી સુશોભિત કરવામાં આવે છે. તાજીયા સંચાલકો દ્વારા સતત એક થી દોઢ મહિનાની જહેમત થી તાજીયા નું કામ પુન થતું હોય તેનો પ્રારંભ થઇ ગયો છે.