Thursday, May 30, 2024
Homeરાજ્યગુજરાતસૂરજદેવળ ખાતે કાઠી ક્ષત્રિય સમાજનું મહાસંમેલન: ધ્રૂજારો

સૂરજદેવળ ખાતે કાઠી ક્ષત્રિય સમાજનું મહાસંમેલન: ધ્રૂજારો

- Advertisement -

અમરેલીના લુવારા ગામે પોલીસનો વિડીયો ઉતારનાર કાઠી ક્ષત્રિય સમાજની દિકરી હેમુબા સામે પોલીસે કરેલ કાર્યવાહી અને વર્તનથી સમગ્ર કાઠી ક્ષત્રિય સમાજમાં ઘેરા પડઘા પડયા છે. આ અનુસંધાન ગઇકાલે રવિવારે નવા સુરજદેવળ ચોટીલા નજીક મહા સંમેલન યોજી સરકારને સ્પષ્ટ ન્યાય માટેનો સંદેશો આપ્યો છે.

- Advertisement -

સોશિયલ મિડીયાના માધ્યમથી લુવારા ગામની ઘટનાનો કાઠી ક્ષત્રિય સમાજમાં વિરોધના વંટોળ સાથે ઇષ્ટ દેવની જગ્યાએ મહા સંમેલનનો નાદ ઉઠેલ. જેની સામે વર્તમાન સમયને અનુલક્ષીને પોલીસ દ્વારા પણ કડક વલણ હાથ ધરાયેલ અને અનેક ઠેકાણે સંમેલનમાં આવતા લોકોને અટકાવવામાં આવેલ છતાં હજારોની મેદની વચ્ચે મહા સંમેલન યોજાયેલ હતું.

જેમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના, કરણી સેના ગુજરાત, સુર્યા સેના, ગુજરાતભરના કાઠી સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં. સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ દ્વારા આ સંમેલનને કારણે અનેક પ્રકારની સંભાવના જોઇ ચુસ્ત અને ચાંપતો બંદોબસ્ત ખડકી દેવામાં આવેલ હતો.

- Advertisement -

સંમેલનમાં કાઠી દરબાર સમાજની ઐતિહાસિક ગાથાના વર્ણન કરતા દુહા છંદ સાથે ચારણોએ એકત્વ સાધેલ હતુ અને સમાજના અનેક આગેવાનોએ ઘટનાને વખોડી કાઢી અને અમરેલી જીલ્લામાં પોલીસ તંત્ર દ્વારા એક જ સમાજ સાથે છેલ્લા કેટલાક વર્ષોથી જે પ્રકારે વર્તન કરાઇ રહેલ છે તેના દાખલા આપી ખોટા ગુન્હાઓમાં અનેકને ફિટ કર્યાનો આક્ષેપ કરવામાં આવેલ.

જે સમાજ ખુમારીભેર જીવે છે તેની ખુમારી ઉપર ઘા કોના કહેવાથી કરાય છે તેને ઓળખી સમાજે નિર્ણય કરવાનો સમય આવી ગયો છે. લોકશાહી છે અમરેલી પોલીસ વડા સંવિધાનની આડમાં સમાજને દબાવે છે હવે સમાજ જાગૃત થઈ ગયો છે. લુવારાનું પંચનામું કહે છે ચોખ્ખા હાથવાળા નથી, ક્ષત્રિયોનો ઇતિહાસ છે ગાય બ્રાહ્મણ અને બહેનોનું રક્ષણ કરવાનો ત્યારે પોતાની દિકરી ઉપર અત્યાચાર થાય બેસી નહી રહે.

- Advertisement -

મુખ્યમંત્રી, ગૃહમંત્રી આ પ્રકરણમાં દરમિયાનગીરી કરે તે જરૂરી છે. તમામને ડીસમીસ અને બદલી, દોષિતોને સજા નાહિં તો યુધ્ધ એ જ કલ્યાણ, હવે પછીનું સંમેલન અમરેલી મૂકામે યોજીશું. ઝંડા અને ડંડા સાથે હવે અન્યાય સહન નહી થાય, ગાંધી ચિંધ્યા માર્ગે યુવાનોને ચાલતા આવડી ગયું છે જેવા શાબ્દિક પ્રહારો વક્તાઓએ ઉચ્ચારેલ હતા.

રાજ્યના મુખ્યમંત્રી, ગૃહમંત્રી, પોલીસ વડા, રેન્જ આઇજીને મેઇલ દ્વારા સંમેલન સ્થળેથી આવેદન મોકલેલ છે. 26મીએ લુવારા ગામે એસ.પી.ના આદેશથી પોલીસ પ્રશાસન દ્વારા અશોકાસિંહ બોરીચાનું એન્કાઉન્ટરનું ષડયંત્ર રચવામાં આવ્યુ, ગુજરાત કાશ્મીર બની ગયુ હોય તેમ અપરાધીને ગિરફતાર કરવાને બદલે ફાયરીંગ કરી એન્કાઉન્ટરનું કાવતરું અને અસંવૈધાનિક સરઘસ કાઢવામાં આવ્યુ, ઢોરમાર મારી પગમાં ફેક્ચર કરવામાં આવ્યું અપરાધીના બેન હેમુબેન ભાઇને એન્કાઉન્ટરથી બચાવવા વિડીયો રેકોર્ડીંગ કરે છે. તો તેની સાથે પુરૂષ પોલીસ કર્મીઓએ બદતમીજી કરી ગીરફતાર કરવામાં આવે છે. ગંભીર ધારાઓ લગાડવામાં આવે છે. સત્તાનો દુરુપયોગ કરાયો છે અન્યાય સામે કાઠી સમાજ અને સમસ્ત રાજપૂત સમાજમાં અસંતોષનો માહોલ ફેલાઇ ગયેલ છે સમાજ ન્યાયની લડત માટે કમર કસીને તૈયાર થઈ ગયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular