Friday, December 6, 2024
Homeમનોરંજનસોશીયલ મીડિયા પર તારક મહેતાના નટુકાકા થયા ટ્રોલ, આપ્યો સણસણતો જવાબ

સોશીયલ મીડિયા પર તારક મહેતાના નટુકાકા થયા ટ્રોલ, આપ્યો સણસણતો જવાબ

- Advertisement -

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં પ્રખ્યાત સીરીયલ ઘર ઘરની મનપસંદ છે. પરંતુ આ સીરીયલના ઘનશ્યામ નાયક ઉર્ફે નટુકાકા બીમાર હોવાથી શુટિંગ કરી રહ્યા ન હતા. પરંતુ બીમારી બાદ તેઓ પરત ફરતા સોશિયલ મીડિયા પર ટ્રોલ થવા લાગ્યા છે. નટુ કાકા થોડા સમય પહેલા બિમાર હતા અને તેમના ગળાની સર્જરી થઇ હતી, જેના કારણે તે શૂટિંગથી દૂર હતા અને સ્વાસ્થ્ય સારુ થતાં ડિસેમ્બરમાં શૂટિંગ શરૂ કરી દીધુ હતુ. પરંતુ લોકો તેને જોઇને ટ્રોલ કરવા લાગ્યા હતા.

- Advertisement -

76 વર્ષીય નટુકાકા બીમારી માંથી સ્વસ્થ થયા બાદ ફરી પરત ફર્યા છે. પરંતુ કમજોર દેખાઈ રહ્યા હોવાને લીધે સોશિયલ મીડિયામાં ટ્રોલ થવા લાગ્યા છે. લોકો કહી રહ્યાં હતા કે નટુકાકા બિમારી છુપાવી રહ્યાં છે. ટ્રોલર્સને તેઓએ જવાબ આપતા જણાવ્યું છે કે, કેટલાક લોકો સિનિયર એક્ટર્સ પ્રત્યે અસંવેદનશીલ હોય છે. હું લોકોને નિવેદન કરુ છુ કે તે નકારાત્મકતા ન ફેલાવે. જો હું આ રોલ માટે રાઇટ ચોઇસ ન હોત તો પ્રોડ્યુસર્સ મને આ રોલ માટે પસંદ જ ન કરત. મે વાંચ્યુ કે લોકો મારા ડ્રેસિંગ સેન્સ પર કમેન્ટ કરે છે. જેમની પાસે કામ નથી હોતુ તે જ આવી વાતો કરે છે. મને આ વાતોથી કોઇ ફર્ક નથી પડતો કારણકે હું ખુશ છું કે આ ઉંમરમાં પણ હું કામ કરુ છુ. જ્યાં સુધી મારુ શરીર કામ કરશે ત્યાં સુધી હું સેટ પર જઇશ. ઘનશ્યામ નાયકે કહ્યું કે દરેક લોકો એક દિવસ ઘરડા થાય છે અને તેઓને બીમારીઓ પણ થાય છે તેઓએ કહ્યું કે હું કેન્સરમુક્ત થઇ ગયો છું અને મારા ગાળા માંથી કેન્સરની ગાંઠ નીકળી ગઈ છે. અને હું હવે સંપૂર્ણપણે સ્વસ્થ છું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular