Friday, April 19, 2024
Homeરાષ્ટ્રીયરાંધણગેસના ભાવ ફરી વધ્યા, જાણો નવો ભાવ

રાંધણગેસના ભાવ ફરી વધ્યા, જાણો નવો ભાવ

- Advertisement -

દેશમાં સતત વધી રહેલી મોંઘવારીના પરિણામે લોકોનું બજેટ ખોરવાયું છે. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધના પરિણામે ઇંધણની કિંમતો વધી છે. અને છેલ્લા કેટલાય મહિનાથી LPG સીલીન્ડરના ભાવમાં થઇ રહેલા વધારાના પરિણામે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. આજે ફરી એક વખત રાંધણગેસના ભાવમાં 3રૂપિયા 50 પૈસાનો વધારો થયો છે. તો કોમર્શીયલ એલપીજીના ભાવમાં 8 રૂપિયાનો વધારો થયો છે.

- Advertisement -

આજે રાંધણગેસના ભાવ વધતા દેશમાં LPG સિલિન્ડરની કિંમત 1005 રૂપિયાની નજીક પહોંચી ગઈ છે. કોમર્શિયલ એલપીજી સિલિન્ડર પણ રૂ.8 મોંઘું થયું છે. આજથી 19 કિલોનું સિલિન્ડર 2350 થી 2450 રૂપિયામાં મળશે. 7મી મેના રોજ કોમર્શિયલ ગેસ-સિલિન્ડરમાં 10 રૂપિયાનો ઘટાડો થયો હતો. અગાઉ 7મી મેના રોજ ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો થયો હતો. ત્યારબાદ ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવ રૂ.1000 થયા હતા. ગત મહિનાથી જ ગેસ સીલીન્ડરના ભાવમાંવધારો થઇ રહ્યો છે. જેના પરિણામે લોકોનું બજેટ ખોરવાયું છે.

રાંધણગેસ, પેટ્રોલ-ડીઝલ, ખાદ્યતેલ આ તમામ વસ્તુઓના ભાવમાં છેલ્લા ઘણા મહિનાથી ભાવ આસમાને પહોચ્યાં છે. તો બીજી તરફ હજુ 5દીવસ પૂર્વે જ ગુજરાત ગેસ દ્વારા CNG અને PNGના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. CNGના ભાવમાં રૂ. 2.60નો વધારો કરવામાં આવ્યો છે જેથી જૂનો ભાવ રૂ. 79.56 હતો તે હવે વધીને 82.16 થઈ ગયો છે. જ્યારે PNGના ભાવમાં રૂ. 3.91નો વધારો કરવામાં આવતા તેની કિંમત રૂ. 44.14થી વધીને 48.50 રૂપિયા થઈ ગઈ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular